તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રતિબંધ:ઓસિ.માં સ્પાઇસિસ મોકલી નહીં શકાય, પ્રતિબંધ મુકાયો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરચાં પાઉડર, હળદર અને ધાણાજીરું સહિતના મસાલા મોકલવાના કુરિયર કંપનીઓએ બંધ કર્યા

રાજકોટથી હજારો વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવા ગયા છે અને અમુક વિદ્યાર્થીઓએ તો અભ્યાસ પૂરો કર્યા બાદ ત્યાના પી.આર. મેળવી લીધા છે ત્યારે ઓસ્ટ્રેલિયન સરકારે એકાએક ભારત અને અન્ય દેશોમાંથી આવતા સ્પાઇસિસ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે ભારતથી ઓસ્ટ્રેલિયામાં ખાણીપીણીની કોઇપણ ચીજો ગત માર્ચ માસ સુધી મોકલી શકાતી હતી. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે અન્ય દેશોમાંથી આવતા સ્પાઇસિસ પર પ્રતિબંધ (બેન) મુક્યો છે.

તેના કારણે દેશની અગ્રગણ્ય ઇન્ટરનેશનલ કુરિયર કંપનીઓ હવે સ્પાઇસિસ લઇ જવાની ના પાડી રહ્યા હોય તેથી જેમના સંતાનો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હોય અથવા ત્યાં સ્થાયી થયા હોય તેવા વાલીઓ ચિંતામાં મુકાયા છે. પેરેમાઉન્ટ ઇન્ટરનેશનલ કુરિયર કંપનીના સંચાલક ઇમ્તિયાઝભાઇ સરગસિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી ઓસ્ટ્રેલિયામાં મરચાં પાઉડર અને અન્ય મસાલાઓ મોકલવા પર પ્રતિબંધ આવી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો