તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્પાઇસજેટ 46 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરશે, અમદાવાદ- જોધપુર, મુંબઈ-રાજકોટ વચ્ચે નોન સ્ટોપ સર્વિસ શરૂ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પાઈસજેટ પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગુજરાતના રાજકોટને પણ સામેલ કરી લીધી
  • કંપનીએ મુંબઈ-રાજકોટ માટે ડાયરેક્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે
  • આ તમામ સર્વિસ સપ્તાહમાં છ દિવસ ચાલશે

ટ્રાવેલ ડેસ્ક. પ્રાઈવેટ સેક્ટરની ઘરેલુ (ડોમેસ્ટિક) એરલાઇન કંપની ‘સ્પાઈસજેટ’ 46 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ ફ્લાઈટ્સ 27 ઓક્ટોબરથી શરૂ થશે. સ્પાઈસજેટ પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગુજરાતના રાજકોટને પણ સામેલ કરી લીધી છે. કંપનીએ મુંબઈ-રાજકોટ માટે ડાયરેક્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

27 ઓક્ટોબરથી શરૂ થશે ફ્લાઈટ
સ્પાઈસજેટના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ઉડાન (‘ઉડે દેશ કા આમ નાગરિક’) યોજના હેઠળ ચેન્નઈ-દુર્ગાપુર રુટ પર પોતાની સર્વિસ શરૂ કરી છે.મુંબઈ-રાજકોટ, ચેન્નઈ-દુર્ગાપુર સહિત અન્ય તમામ રુટ પર ફ્લાઈટ સર્વિસ 27 ઓક્ટોબરથી શરૂ કરશે. તે ઉપરાંત એરલાઈને પુણે-જોધપુરની વચ્ચે નોન સ્ટોપ સર્વિસ શરૂ કરી છે.
સ્પાઈસજેટે જે રુટ પર પોતાની સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, તેમાં મુંબઈ-જોધપુર, બેંગલુરુ-ગુવાહાટી, ચેન્નઈ-વિશાખાપટ્ટનમ, ચેન્નઈ-જયપુર, વિજયવાડા-વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદ-ઔરંગાબાદ સામેલ છે. એરલાઈન ચેન્નઈ-પટના, અમદાવાદ- જોધપુર અને સુરત-ઉદયપુરની વચ્ચે પણ નવી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.

ચેન્નઈ-બેંગલુરુની વચ્ચે ફ્રિક્વન્સી વધશે
નવી સર્વિસની સાથે સ્પાઈસજેટ હૈદરાબાદ-વારાણસી, બેંગલુરુ-શિરડી, ચેન્નઈ-અમદાવાદ, ચેન્નઈ-ગુવાહાટી, હૈદરાબાદ-બેંગલુરુ, દિલ્હી-અમદાવાદ, કલકત્તા અને ચેન્નઈ-બેંગલુરુની વચ્ચે ચાલી રહેલી સર્વિસની ફ્રિક્વન્સી વધારવાની જાહેરાત કરી છે.
આ તમામ સર્વિસ સપ્તાહમાં છ દિવસ ચાલશે. અલગ અલગ રુટ માટે ઓફ ડે અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેમ કે, પુણે-જોધપુરની ફ્લાઈટ શનિવાર સિવાય સપ્તાહના તમામ દિવસે ચાલુ રહેશે. તેવી જ રીતે દિલ્હી-અમદાવાદની વચ્ચેની સર્વિસ રવિવાર સિવાય બીજા બધા દિવસો ચાલુ રહેશે.

100 નવાં વિમાન ખરીદશે
સ્પાઈસજેટે પોતાના કાફલામાં 100 નવાં વિમાન સામેલ કરવાની યોજના બનાવી છે. તેના માટે કંપની લગભગ 71 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બોઈંગના 737 મેક્સ વિમાનોનાં ઓપરેશન પર પ્રતિબંધના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિમાનો પર પ્રતિબંધના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના વળતર અંગે બોઈંગ સાથે વાતચીત ચાલી રહી છે. સ્પાઈસજેટની પાસે એવાં 12 મેક્સ વિમાન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો