બુલેટિન 9 PM / Speed News: આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું

Divyabhaskar.com

Jan 24, 2020, 09:23 PM IST
અમદાવાદઃ આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે. જુમ્માની નમાઝ પછી અકબરપુરામાં બે જૂથ સામસામે આવી ગયા. પોલીસની હાજરીમાં જ બન્ને બાજુએથી પથ્થરમારો થયો. આ દરમિયાન અચાનક જ ફાયરિંગ થતાં છકડોમાં બેસવા જતાં મુસાફરનું મોત થયું છે. આ ફાયરિંગ કોણે કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જૂથ અથડામણને પગલે SP અને રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. ઉત્તરાયણમાં પતંગ મુદ્દે થયેલી બોલાચાલીની અદાવતમાં આ જૂથ અથડામણ થઈ છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી