• Home
  • Utility
  • Gadgets
  • Specifications of 'Galaxy Watch 3' smartwatch leaked before launch, find out what features and specifications the watch will be equipped with

લીક / લોન્ચિંગ પહેલાં ‘ગેલેક્સી વોચ 3’ સ્માર્ટવોચનાં સ્પેસિફિકેશન લીક થયાં, જાણો વોચ કયા ફીચર્સ અને સ્પેસિફિકેશનથી સજ્જ હશે

X

  • આ વોચ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ પર સપોર્ટ કરશે
  • તેમાં બ્લડ ઓક્સીજન લેવલ, હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ, કેલરી બર્ન સહિતનાં ફીચર્સ મળશે
  • તેની કિંમત 25,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:28 PM IST

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. આ ઈવેન્ટમાં કંપની તેની સ્માર્ટવોચ ‘ગેલેક્સી વોચ 3’ પણ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટવોચનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક ટિપ્સસ્ટર ઈવાન બ્લાસે ટ્વીટ કરી સ્માર્ટવોચનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન લીક કર્યાં છે.

ઈવાન બ્લાસે કરેલાં ટ્વીટ અનુસાર, સેમસંગની આ અપકમિંગ વોચના 2 સાઈઝ અને 2 રેમ એમ 2 અલગ અલગ પ્રકારનાં વેરિઅન્ટ લોન્ચ થશે. સ્માર્ટવોચનાં મિસ્ટિક બ્લેક, મિસ્ટિક સિલ્વર, બ્લેક લીથર અને પિંક લીથર કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

‘ગેલેક્સી વોચ 3’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ વોચમાં 41mm અને 45mm સાઈઝ ઓપ્શન મળશે. સાથે જ બ્લુટૂથ ઓનલી અને LTE ઓપ્શન પણ મળશે.
  • લીક અનુસાર, ફોન કોલિંગ આન્સર ફીચર પણ સપોર્ટ કરશે. અર્થાત વોચની મદદથી યુઝર્સ વાત કરી શકશે.
  • આ વોચ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ પર સપોર્ટ કરશે.
  • અન્ય સ્માર્ટવોચની જેમ આ વોચમાં પણ બ્લડ ઓક્સીજન લેવલ, હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ, કેલરી બર્ન, સ્ટેપ્સ કાઉન્ટ ફીચર્સ મળશે.
  • સેમસંગની આ અપમકિંમગ વોચમાં ECG (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી) સપોર્ટ મળશે.
  • વોચમાં GPS સપોર્ટ પણ મળશે.
  • સ્માર્ટવોચમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
  • આ વોચ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ હશે. તેની કિંમત 25,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી