કચ્છ / રણોત્સવ માટે દર શનિવારે મુંબઇથી ભુજ ખાસ ટ્રેન

Special train from Mumbai to Bhuj every Saturday for Ranotsav

  • દાદર ટર્મીનસથી બપોરે ઉપડી બોરીવલી, સુરત અને બરોડા જંકશન પર રોકાશે
  • ત્રણ દિવસ ટ્રેન ભુજમાં રહેશે, ચોથા દિવસે ભુજથી ઉપડી મુંબઇ જવા રવાના થશે 

Divyabhaskar.com

Dec 12, 2019, 09:46 AM IST
ભુજઃ રણોત્સવની સીઝન શરૂ થઇ ગઇ છે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. ત્યારે રણોત્સવ સમયે આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે ખાસ પેકેજ શરૂ કર્યું છે. એક ખાસ ટ્રેન દર શનિવારે મુંબઇથી ઉપડી બોરીવલી, સુરત અને બરોડા જંકશન પર સ્ટોપ કરી બીજા દિવસે ભુજ પહોંચશે. આ ખાસ ટ્રેન ત્રણ દિવસ ભુજમાં જ રહેશે ચોથા દિવસે બપોરે ઉપડી પાંચમાં દિવસે પરત મુંબઇ પહોંચશે.
કચ્છના પ્રવાસે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ રણોત્સવની સીઝન સમયે આવતા હોય છે. મુંબઇથી ભુજ હાલ એક જ ફલાઇટ હોવાથી પ્રવાસીઓનો ધસારો ટ્રેન તરફ વળ્યો છે. તો અનેક પ્રવાસીઓ ઉંચા ભાવે પણ ફલાઇટથી આવતા હોય છે. રણોત્સવ સમયે શરૂ કરાયેલી ખા ખાસ ટ્રેન મુંબઇના દાદર ટર્મીનશથી દર શનીવારે બપોરે ત્રણ વાગ્યે ઉપડશે. જે ટ્રેન બોરીવલી, સુરત અને બરોડા સ્ટેશનો પર પણ સ્ટોપ કરશે.
બીજો દિવસે ટ્રેન સવારે 7 વાગ્યે ભુજ પહોંચશે. ત્યારબાદ ચેક-ઇન માટે વ્હાઇટ રણ રિસોર્ટ્સ તરફ પ્રયાણ કરવાનું રહેશે. ધોરડો પહોંચ્યા બાદ બપોરના ભોજન પછી ઘરની પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે, તો સાંજે રિસોર્ટમાં ચા-નાસ્તો કરી સૂર્યાસ્ત જોવા માટે વ્હાઇટ રણ તરફ લઇ જવાશે. ત્યારબાદ રાત્રિભોજન લઇ ટેન્ટ સીટીમાં વિવિધ પ્રદર્શન અને કાર્યક્રમો નિહાળી રાત પસાર કરવાની રહેશે.
આઇઆરસીટીસીએ આ સિઝનમાં રણ ઉત્સવમાં જવા માટે પ્રવાસીઓ માટે આ ખાસ પેકેજ લોન્ચ કર્યું છે. ત્રીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય જોવા માટે વ્હાઇટ રણમાં લઇ જવાશે. સવારના નાસ્તા અને પ્રવૃત્તિઓનો આનંદ માણવાનું બાદમાં પ્રવાસીઓને કચ્છના સૌથી મોટા હીલ કાળા ડુંગર પર લઇ જવાશે. ત્યાર બાદ હેન્ડિક્રાફ્ટ વિલેજની મુલાકાત લઇ જઇ પરત રિસોર્ટ પર ડિનર માટે લઇ અવાશે. સાંજે રણ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો અને રાત્રી ભોજન કરાવાશે.
ચોથા દિવસે સવારની ચા અને નાસ્તો લીધા બાદ પ્રવાસીઓને ભુજની મુલાકાત માટે લઇ અવાશે. શહેરના વિવિધ ઐતિહાસીક જગ્યાઓ પર પ્રવાસીઓને બતાવી બપોરે સાડા અગીયાર વાગ્યે રેલ્વે સ્ટેશનેથી મુંબઇ લઇ જવાશે. ટ્રેન મુંબઇ માટે રવાના થઇ પાંચમા દિવસે દાદર સ્ટેશને પહોંચશે.
ઓનલાઇન પેકેજ બુકિંગ કરી શકાશે
કચ્છના સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ ખાસ ટ્રેન શરૂ કરાઇ છે. આ ખાસ પેકેજમાં પ્રવાસીઓ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. મુંબઇથી ભુજ ફલાઇટ એકાંતરે રહે છે જેના ભાવો પણ ઉંચા છે તો મુંબઇથી ભુજ આવ્યા બાદ સફેદ રણમાં ટેન્ટ સીટી કે ભુજની હોટેલો બુકિંગ કરાવવા સહિતની ગોઠવણી પ્રવાસીએ ખુદ કરવાને બદલે આ પેકેજમાં ટ્રેનથી ઉતર્યા પછી રણોત્સવ સુધી પહોંચવાની, રીસોર્ટમાં રહેવાની અને પરત ધોરડોથી ભુજ લઇ આવવા સુધીની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
X
Special train from Mumbai to Bhuj every Saturday for Ranotsav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી