ભરૂચ / આસામ-મણિપુર સહિતના પૂર્વોત્તર રાજ્યોના પરપ્રાંતિયો માટેની સ્પેશિયલ ટ્રેન 150 વિદ્યાર્થીઓને લીધા વિના જ નીકળી ગઇ

X

  • સ્ક્રિનિંગ અને દસ્તાવેજ ચકાસણી કરવામાં વિલંબ થતાં મદરેસાના વિદ્યાર્થીઓ વતન જઇ ન શક્યા
  • કન્ફર્મ ટિકિટ હોવા છતાં વિદ્યાર્થીઓ ટ્રેનમાં જઇ ન શકતા સ્થાનિક લોકોએ તંત્રના સામે આક્રોશ વ્યક્ત કર્યો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 01:34 PM IST

ભરૂચ. મધ્ય ગુજરાતના પરપ્રાંતીય લોકોને આસામ અને મણિપુર સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચાડવા માટે ભરૂચથી સ્પેશિયલ ટ્રેનની ફાણવણી કરવામાં હતી. પરંતુ ભરૂચ રેલવે સ્ટેશન પર દસ્તાવેજોની ચકાસણીની ધીમી કામગીરીના કારણે ટિકિટ હોવા છતાં મદરેસાના 150 વિદ્યાર્થીઓ શ્રમિક ટ્રેનમાં વતન જઈ શકતા નહોતા. સ્ક્રિનિંગ અને દસ્તાવેજ ચકાસનીની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં કન્ફર્મ ટિકિટ હોવા છતાં 150 વિદ્યાર્થીઓને લીધા વગર ટ્રેન રવાના થઈ હતી. ટ્રેનમાં ચડી ન શકનારાઓમાં મદરેસાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેને પગલે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે, રેલવેના અધિકારીઓની નિષ્કાળજીને કારણે વિદ્યાર્થીઓ વતન ન જઇ શક્યા
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે લોકોએ અમારી ગાડીઓ બેસાડીને વિદ્યાર્થીઓને ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પહોંચાડ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ કોરોનાના રિપોર્ટ પણ કરાવ્યા છે. તેના સર્ટિફિકેટ પણ તેમની પાસે છે. તેમની ટિકિટ પણ કન્ફર્મ છે, તેમ છતાં તેઓ ટ્રેનમાં જઇ શક્યા નથી. કયા કારણોસર તેમને મુકીને ટ્રેન નીકળી ગઇ તે અમારો સવાલ છે. રાત્રે દોઢ વાગ્યે તેઓ રેલવે સ્ટેશન ઉપર જ અટવાઇ ગયા છે. રેલવેના અધિકારીઓની નિષ્કાળજીને કારણે આ વિદ્યાર્થીઓ પોતાના વતન જઇ શક્યા નથી. આ વિદ્યાર્થીઓને તાકિદે વતન મોકલવાની વતન કરવામાં આવે તેવી અમારી તંત્ર સમક્ષ માંગણી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી