નવી દિલ્હી / ગૃહ મંત્રાલયમાં અયોધ્યા માટે વિશેષ ડેસ્ક બન્યું

રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.

  • ડેસ્કનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશકુમારને સોંપવામાં આવ્યું

Divyabhaskar.com

Jan 03, 2020, 05:29 AM IST
નવી દિલ્હી: અયોધ્યા અંગે ગૃહ મંત્રાલયમાં એક વિશેષ ડેસ્ક તૈયાર કરાયું છે. અયોધ્યા મુદ્દો, તેની સાથે સંકળાયેલા કોર્ટના આદેશ અને તેના પર અમલ જેવાં તમામ કામ હવે આ સરકારી ડેસ્ક જોશે. ત્રણ અધિકારીઓના આ ડેસ્કનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશકુમારને સોંપવામાં આવ્યું છે. જ્ઞાનેશ ગૃહ મંત્રાલયમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોના વિભાગીય પ્રભારી પણ છે.
તેમણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાના સરકારના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.અયોધ્યા માટે 1990ના દાયકા અને 2000ના પ્રારંભમાં પણ ગૃહ મંત્રાલયે વિશેષ સેલની રચના કરી હતી. સુપ્રીમકોર્ટે 9 નવેમ્બરના રામમંદિરના નિર્માણની મંજૂરી આપતા ચુકાદા બાદ ગૃહ મંત્રાલયનું ડેસ્ક રચના મહત્વનું પગલું મનાય છે.
X
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી