• Home
  • National
  • Speaking on the readiness to fight Corona, the army president said, "We will successfully pass Operation Namaste"

નિવેદન / કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે સેનાધ્યક્ષે, કહ્યું- ‘ઓપરેશન નમસ્તે’ પણ સફળતાપૂર્વક પાર પાડીશું

સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે
સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે
X
સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેસેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:13 PM IST

નવી દિલ્હી:ગુરુવારે કોરોના વાઈરસથી સાત લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 થઈ ગયો છે. આ બધાની વચ્ચે ભારતીય સેના કોરોના વાઈરસ સામે યુદ્ધ લડવા માટે તૈયાર છે. ભારતીય સેનાએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે. સેના પ્રમુખ મનોજ મુકંદ નરવણેએ આ જાહેરાત કરતા કહ્યું હતું કે ભૂતકાણના તમામ અભિયાનને અમારી સેનાએ સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ઓપરેશન નમસ્તેને પણ સફળતાપૂર્વક પાર પાડીશું.


કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે. સેના દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સેનાએ સાઉર્થન કમાંડ, ઈસ્ટર્ન કમાંડ, વેસ્ટર્ન કમાંડ, સેન્ટ્રલ કમાંડ, નોર્થન કમાંડ, સાઉથ વેસ્ટર્ન કમાંડ અને દિલ્હી મેઈન ઓફિસમાં કોરોના હેલ્પલાઈન સેન્ટર બનાવ્યું છે. આના દ્વારા કોરોના સામે લડી રહેલા લોકોની મદદ સેના કરશે.


ભારતીય સેનાએ કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાના સૈનિકો માટે દરેક સ્ટેશનમાં આઈસોલેશન કેન્દ્ર બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સેના પોતાની મેડીકલ ટીમને સંક્રમણ જે વિસ્તારમાં વધારે છે ત્યાં તહેનાત કરશે. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ પણ દેશભરમાં પોતોના નોડલ કેન્દ્રો પર આઈસોલેશન કેન્દ્ર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. દરેક કેન્દ્રમાં 300 લોકોને રાખી શકાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી