ચર્ચા / સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં સૂરજ પંચોલી, આયુષ શર્મા તથા ઝહીર ઈકબાલ જોવા મળે તેવી શક્યતા

Sooraj Pancholi, Aayush Sharma, Zaheer Iqbal to star in Salman Khan's film Kabhi Eid Kabhi Diwali

Divyabhaskar.com

Feb 03, 2020, 05:20 PM IST

મુંબઈઃ આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. સલમાન ઉપરાંત ફિલ્મમાં કયા કલાકારો કામ કરશે, તેને લઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, હવે ચર્ચા છે કે આ ફિલ્મમાં સૂરજ પંચોલી, આયુષ શર્મા તથા ઝહીર ઈકબાલ જોવા મળશે.

ડિરેક્ટર-પ્રોડ્યૂસરને પસંદ આવ્યા નામો
સૂત્રોના મતે, સલમાન ખાન ફિલ્મમાં સૂરજ પંચોલી, આયુષ શર્મા તથા ઝહીર ઈકબાલને લેવા ઈચ્છે છે. સલમાન ફિલ્મમાં લીડ રોલમાં હોય તે સમજી શકાય તેવી વાત છે. ડિરેક્ટર ફરહાદ સામજી આ એક્શન-કોમેડી ફિલ્મમાં નવા ચહેરાઓની શોધમાં હતાં. સલમાન ખાને સૂરજ, ઝહીર તથા આયુષના નામ સજેસ્ટ કર્યાં હતાં. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા તથા ફરહાદને આ ત્રણેય એક્ટર પસંદ આવ્યા હતાં. ફિલ્મમાં તેમના રોલ ઘણાં જ નાના પરંતુ મહત્ત્વના હશે. આ ત્રણેય સલમાન ખાનના મિત્રો હશે અને તેને મદદ કરતા જોવા મળશે.

નોંધનીય છે કે સૂરજ પંચોલીએ સલમાન ખાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘હિરો’થી 2015માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આયુષે પણ સલમાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘લવયાત્રી’થી વર્ષ 2018માં ડેબ્યૂ કર્યું હતું. ઝહીર ઈકબાલે ગયા વર્ષે ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી.

શું છે ‘કભી ઈદ કભી દિવાલી’નો પ્લોટ?
સૂત્રોના મતે, સલમાનની આ ફિલ્મમાં એક એવો પરિવાર બતાવવામાં આવશે, જે ઈદ તથા દિવાળી બંને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મ એકતા તથા ભાઈચારાની વાત કરતી હશે. હાલની પરિસ્થિતિમાં શાંતિનો સંદેશ આપવો ઘણો જ જરૂરી છે. ફિલ્મમાં હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરવામાં આવશે.

સલમાન હાલમાં ફિલ્મ ‘રાધે’માં વ્યસ્ત
હાલમાં સલમાન ખાન ડિરેક્ટર પ્રભુદેવાની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં વ્યસ્ત છે. ફિલ્મમાં દિશા પટની, રણદીપ હુડા તથા જેકી શ્રોફ છે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

X
Sooraj Pancholi, Aayush Sharma, Zaheer Iqbal to star in Salman Khan's film Kabhi Eid Kabhi Diwali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી