સોશિયલ મીડિયા / શ્રમિકોને ઘરે પહોંચાડવાના કામમાંથી સમય કાઢી સોનુ સૂદે દીકરા ઈશાન સાથેનો વર્કઆઉટ વીડિયો શેર કરી લખ્યું, ટ્વિનિંગ

X

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:20 PM IST

કોરોના મહામારીમાં હજુ ફિલ્મના શૂટિંગ શરૂ નથી થયા માટે સેલેબ્સ ઘરે રહીને તેમનો સમય પસાર કરી રહ્યા છે. એક્ટર સોનુ સૂદ આ મહામારીમાં પરિવાર સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છે. શ્રમિકોને તેમના વતન પહોંચાડવા દિવસ રાત કામ કરનાર સોનુ ફિટનેસ માટે પણ સમય ફાળવે છે. તેણે તેના દીકરા ઈશાન સાથેનો વીડિયો શેર કરી લખ્યું, ટ્વિનિંગ.

View this post on Instagram

Twinning 💪 @eshaansoood

A post shared by Sonu Sood (@sonu_sood) on Jun 30, 2020 at 9:28am PDT

વીડિયોમાં ઈશાન અને સોનુ પુશ અપ મારી રહ્યા હતા. આ પોસ્ટ નીચે ઘણા ફેન્સે કમેન્ટ કરી હતી. તેમાં એક યુઝરે લખ્યું કે, ટુ મચ મસલ. અગાઉ પણ સોનુ સૂદે દીકરા સાથેની વર્કઆઉટ પોસ્ટ શેર કરી હતી.

લોકડાઉન શરૂ થયા બાદ સોનુ શ્રમિકોને મુંબઈથી તેમના વતન બસ મારફતે પહોંચાડી રહ્યો હતો. ત્યાર બાદ વિવિધ જગ્યા પર અટવાયેલા લોકોને ટ્રેન અને ફ્લાઇટ મારફતે તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરી રહ્યો છે. આ બધા કામ તે મફતમાં કરી રહ્યો છે. તેણે તેની મુંબઈની હોટેલના દરવાજા કોરોના સામે જંગ લડનાર ફ્રન્ટ લાઈન સ્ટાફને રહેવા માટે ખોલ્યા હતા. સોનુ ખુદ શ્રમિકોને રવાના કરવા રેલવે સ્ટેશન, એરપોર્ટ પર જતો હતો. ટોલ ફ્રી નંબર શેર કરી તે અને તેની ટીમ સતત શ્રમિકોની મદદ કરી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી