તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Soni Razdan, Mother Of Alia Bhatt, Says Marriage Institutions Are Breaking Down Aswomen Are More Independent Now

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને કહ્યું, મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થતાં લગ્ન-સંસ્થાઓ તૂટી રહી છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

1) શું કહ્યું સોની રાઝદાને?

સોની રાઝદાને પોતાના શો ‘આઉટ ઓફ લવ’ને લઈ વાત કરતાં કહ્યું હતું કે આ સીરિઝમાં વિશ્વાસઘાત પર વાત કરવામાં આવી છે અને તે કેવી રીતે બે વ્યક્તિઓના બોન્ડિંગ પર અસર કરે છે. આજે મહિલાઓ આર્થિક રીતે વધુ સદ્ધર થઈ છે અને તેથી જ ડિવોર્સ થઈ રહ્યાં છે. તે ક્યારેય વિશ્વાસઘાત કે બેવફાઈની તરફેણ કરતી નથી પરંતુ તે માત્ર આ બાબતને ઉદ્દેશપૂર્ણ રીતે જુએ છે. 

‘આઉટ ઓફ લવ’માં પૂરબ કોહલી, હર્ષ છાયા તથા રસિકા દુગ્ગલ જોવા મળશે. આ સીરિઝના પાંચ એપિસોડ હશે. આ સીરિઝમાં લગ્નસંસ્થામાં વિશ્વાસઘાત, બેવફાઈ તથા જૂઠ્ઠાણું કઈ હદે બોલવામાં આવે છે, તેની વાત કરવામાં આવશે. સોનીએ સીરિઝમાં પૂરબ કોહલીની માતાની ભૂમિકા ભજવી છે. આ સીરિઝને તિગ્માંશુ ધૂલિયા તથા ઐઝાઝ ખાને ડિરેક્ટ કરી છે અને બીબીસી સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે. આ સીરિઝ 22 નવેમ્બરે હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.

વધુમાં સોની રાઝદાને કહ્યું હતું કે કોઈની સાથે વિશ્વાસઘાત કરવો સારી બાબત નથી પરંતુ આજે આ ઘણું જ સામાન્ય બની ગયું છે અને તેથી જ લગ્ન-સંસ્થામાં લોકોનો ભરોસો રહ્યો નથી. આજથી 100 વર્ષ પહેલાં લગ્ન કરવાનો હેતુ અલગ હતો, જે આજે રહ્યો નથી. આજે સ્ત્રીઓને સહજતાથી અવગણી શકાય નહીં. આજે લોકો પાસે લગ્ન કરવાનું કોઈ કારણ રહ્યું નથી. કોઈ બાબત તો જ ટકી રહે જો તેને સમાનતાની ભાવનાથી કરવામાં આવે. 

5) 22 નવેમ્બરે સીરિઝ સ્ટ્રીમ થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો