તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

8ને ભરખી જનાર એક્સિડન્ટ પાછળ આવતી કારમાં બેઠેલા યુવકના મોબાઈલમાં કેદ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
1. બપોરે 3:51 એ અકસ્માત, 2. રોંગ સાઇડથી આવી રહ્યું છે ટેન્કર, 3. પહેલા બસને અડફેટમાં લીધી, 4. પાછળ આવતી જીપ પણ અથકાઇ
  • માત્ર 100 મીટર રિવર્સ જવાના જોરે 1 કિમી રોંગ સાઈડ ટેન્કર હંકારી હતી
  • પોખરણ પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા

સુરતઃ સોનગઢના પોખરણ પાટિયા પાસે સોમવારે સર્જાયેલા અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવમાં ટેન્કર ચાલકની હાઇવે પર રાઈટ સાઈડ જવા માટે માત્ર 200 મીટર પાછા જવાના બદલે એકાદ કિલોમીટર સુધી રોંગ સાઈડ ટેન્કર દોડાવવાની ભૂલના કારણે આઠ જેટલી મહામૂલી જિંદગીઓનો અકાળે અંત આવી ગયો હતો. હાલ આ અકસ્માત પાછળ આવતી કારમાં બેઠેલા યુવકના મોબાઈલમાં કેદ થયો હતો તે વીડિયો સામે આવ્યો છે.

ઘટના શું હતી?
સોનગઢના પાખરણ પાટિયા પાસે સોમવારે જે અકસ્માત થયો ત્યારે એની પાછળની કારમાં યુવકે ઘટના કેદ કરી હતી. બસ સોનગઢ તરફ જઈ રહી હતી, તેની પાછળ ક્રૂઝર જીપ પણ હતી અને તેજ સમયે સામેથી રોંગ સાઈડ પર ટેન્કર આવી હતી. ટેન્કરની ઝડપ અને વળાંક હોવાથી બસ ડ્રાઈવર કે જીપ ચાલક કઈ પણ સમજે એ પહેલા ટેન્કર પહેલા બસ સાથે અથડાઈ હતી. ટેન્કરે બસ સાથે અથડાયા બાદ પાછળ જ ચાલતી ક્રૂઝર જીપને પણ આ રોંગ સાઈડે આવેલી ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી.

સામે બસ આવતા હું ક્લિનર બાજુ કૂદી પડ્યોઃ ટેન્કર ડ્રાઈવર
સારવાર હેઠળ રાખવામાં આવેલા ટેન્કર ચાલકની મુલાકાત લેતા એના ચહેરા પર વસવસો જોવા મળ્યો હતો. હાલ સોનગઢ સરકારી દવાખાને સારવાર હેઠળ રાખવામાં આવેલા ટેન્કર ચાલક મહાવીરસિંહ  સાથે વાત કરતા તેણે અકસ્માતની ઘટના કઈ રીતે બની એ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે અમે ડિઝલ ભરાવ્યા બાદ રોંગ સાઈડ પર આગળ વધ્યા હતા અને હાઈવેની સામે પાર જવા માટે કટની રાહ જોઈ રહ્યા હતા. અકસ્માત સ્થળની પાસે ટેકરો હોવાથી સામેથી એસટી બસ ગતિ સાથે આવી રહી હતી. એ સમયે મારુ ટેન્કર હાઈવેના ડિવાઈડર તરફ દબાવ્યું હતું, પરંતુ એ જ સમયે બસને ઓવરટેઈક કરતી એક જીપ પણ ઝડપથી ધસી આવતા મારુ ટેન્કર બસ અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે મારી પાછળ ટેન્કરનો ક્લિનર બેઠો હતો. અકસ્માત વેળા હું કૂદીને ક્લિનર સાઇડ પર નીકળી ગયો હતો, જ્યારે ક્લિનર ત્યાં જ ફસાઈ જતા એ મૃત્યુ પામ્યો હતો. ખરેખર આ અકસ્માતને કારણે હું ખૂબ જ દુઃખી છું અને આ અકસ્માતમાં કોનો વાંક છે એ હું કહી શકું તેમ નથી. આટલું બોલી ટેન્કર ચાલક ફરીથી પોતાની આંખો બંધ કરી લીધી હતી.

તમામના મૃતદેહ તેમના વતન લઇ જવાયા
ઉકાઈ ખાતે રહેતા એવા મણિબહેન નાથુભાઈ પટેલના મૃતદેહને એમના વતન ભરૂચ ખાતે લઇ જવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર ખાતે પણ ક્રુઝરમાં સવાર ગુગળગાવ તા.માલેગાંવના રહેવાસી અને એક બીજાના સબંધી એવા ત્રણ લોકોની સ્મશાનયાત્રા મંગળવારે સવારે નીકળી હતી.

તબિયતમાં સુધારો થશે એટલે અટક કરાશે
આ અકસ્માત સર્જનાર આરોપી ટેન્કર ચાલક મહાવીરસિંહ હાલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સરકારી દવાખાને સારવાર હેઠળ છે. એની તબિયતમાં સુધારો થયા પછી એની અટક કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો