ખુલાસો / ઉંમરમાં સલમાન કરતાં નાની હોવા છતાંય 'ભારત'માં એક્ટરની માતા બનવા પર સોનાલી કુલકર્ણીએ સ્પષ્ટતા કરી

Sonali Kulkarni clarified on becoming salman khan's mother in 'bharat' despite being younger than actor

Divyabhaskar.com

Jun 12, 2019, 01:03 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તથા કેટરીના કૈફની ફિલ્મ 'ભારત'એ આઠ દિવસમાં 167.60 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ તથા સોનાલી કુલકર્ણી એક્ટર સલમાનના પેરેન્ટ્સના રોલમાં છે. સોનાલી કુલકર્ણી 44 વર્ષની છે અને સલમાન ખાન 53 વર્ષનો છે. એટલે કે સોનાલી એક્ટર કરતાં નાની હોવા છતાંય ફિલ્મમાં માતાની ભૂમિકામાં છે. હાલમાં જ સોનાલીએ પોતાના રોલ અંગે વાત કરી હતી.

શરૂઆતમાં રોલ પ્લે કરી શકીશ કે નહીં તેવો ડર હતો
સોનાલીએ કહ્યું હતું કે જ્યારે તેને આ ફિલ્મ ઓફર થઈ ત્યારે તેને ડર હતો કે તે આ રોલ વ્યવસ્થિત રીતે પ્લે કરી શકશે કે નહીં? જોકે, ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર એવા વ્યક્તિની શોધમાં હતાં, જે યુવાની તથા વૃદ્ધાવસ્થા બંને પાત્ર સારી રીતે પ્લે કરી શકે.

દરેક પ્રકારના પાત્ર કરવા હતાં
સોનાલીએ વધુમાં કહ્યું હતું કે તેણે પહેલાં પોતાની ઉંમર અંગે વિચાર કર્યો હતો પરંતુ તેણે કરિયરની શરૂઆતથી જ દરેક પ્રકારના પાત્ર નિભાવ્યા છે. તેથી જ તેણે આ ફિલ્મમાં સલમાનની માતા બનવાનું નક્કી કર્યુ હતું.

રીતિકની માતાનો પણ રોલ કર્યો છે
ઉલ્લેખનીય છે કે સોનાલીએ 'મિશન કાશ્મીર'માં રીતિક રોશનની માતાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ રિલીઝ થઈ તેના એક વર્ષ પહેલાં જ સોનાલીએ 'દિલ ચાહતા હૈં'માં સૈફ અલી ખાનની લેડી લવનું પાત્ર ભજવ્યું હતું.

X
Sonali Kulkarni clarified on becoming salman khan's mother in 'bharat' despite being younger than actor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી