કેબીસી / ‘કેબીસી’માં રામાયણનો સવાલ ન આવડતા ટ્રોલ થયેલી સોનાક્ષીએ કહ્યું, હજુ વધુ મીમ્સ બનાવો, મને મીમ્સ ખૂબ ગમે છે

Sonakshi Sinha fails to answer Ramayana-related question on KBC, gets brutally trolled online
Sonakshi Sinha fails to answer Ramayana-related question on KBC, gets brutally trolled online

  • સોનાક્ષીને સવાલ પૂછાયો હતો કે, રામાયણ અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લેવા ગયા હતા?
  • ટ્વિટર પર #YoSonakshiSoDumb હેશટેગ પહેલા નંબર પણ ટ્રેન્ડિંગ 

Divyabhaskar.com

Sep 21, 2019, 09:32 PM IST

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન હાલ ચાલી રહી છે. આ સીઝનના 25મા એપિસોડમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખાસ મહેમાનોની પેનલમાં સામેલ હતી. આ શોમાં સોનાક્ષી અને તેની કો-કન્ટેસ્ટન્ટ રાજસ્થાનની ઉમા દેવીને સવાલ પૂછવામાં આવ્યો કે, રામાયણ અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લેવા ગયા હતા? તેના ઓપ્શન હતા સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામ. આ સવાલનો જવાબ સોનાક્ષીને ન આવડ્યો અને તેના માટે તેણે એક્સપર્ટ એડવાઇઝ લાઈફલાઈન લીધી અને ત્યારબાદ લક્ષ્મણ જવાબ આપ્યો.

આ એપિસોડ બાદ સોનાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થવા લાગી. લોકો તેની મજાક કરવા લાગ્યા કે, શું આ શત્રુઘ્ન સિન્હાની જ દીકરી છે ને? તેના પિતા સહિત ચારેય ભાઈઓના નામ રામાયણના આધારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે. સોનાક્ષીના ભાઈઓના નામ લવ અને કુશ છે. તેના પિતાના ઘરનું નામ રામાયણ છે. તેમ છતાં તેને રામાયણ પર આધારિત આ સવાલનો જવાબ આવડતો ન હતો. આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે ટ્વિટર પર #YoSonakshiSoDumb હેશટેગ પહેલા નંબર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ ટ્રોલર્સને વળતો જવાબ આપતા સોનાક્ષીએ ટ્વીટ કર્યું કે, ‘ડિયર જાગી ગયેલા ટ્રોલ્સ. મને પાયથાગોરનો થિયોરમ, પિરિઓડિક ટેબલ, મુઘલવંશનો કાળક્રમ યાદ નથી અને બીજું શું શું યાદ નથી એ પણ યાદ નથી. જો તમારી પાસે કોઈ કામ નથી અને આટલો સમય છે તો પ્લીઝ આ બધા પર પણ મીમ્સ બનાવોને. મને મીમ્સ ખૂબ ગમે છે.’

સોશિયલ મીડિયા પર એક યુઝરે ટ્વીટ કર્યું કે, તેણે તેની ફિલ્મ કલંકને યોગ્ય ન્યાય આપ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, એના ભાઈનું નામ લવ અને કુશ છે, તેના ઘરનું નામ રામાયણ છે છતાં તેને પવિત્ર રામાયણ વિશે ખબર નથી. આ એકદમ મૂર્ખ એક્ટ્રેસ છે.

યુઝર્સ આલિયા ભટ્ટ અને સોનાક્ષીની પણ સરખામણી કરી રહ્યા છે. એક યુઝરે ફોટો શેર કર્યો હતો જેમાં આલિયા દેખાતી હતી અને લખ્યું હતું કે હું મારો તાજ સોનાક્ષીને પાસ કરું છું.

X
Sonakshi Sinha fails to answer Ramayana-related question on KBC, gets brutally trolled online
Sonakshi Sinha fails to answer Ramayana-related question on KBC, gets brutally trolled online

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી