રિસર્ચ / સોશિયલ ડિસ્ટન્સિંગ કોરોનાવાઈરસ ફેલાવતો રોકે છે: રિસર્ચ

X

  • આ રિસર્ચ સિંગાપોરના વૈજ્ઞાનિકો દ્વારા 80 દિવસ સુધી કરવામાં આવ્યું
  • સોશિયલ ક્વોરન્ટાઈન, સ્કૂલ ક્લોઝર સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગથી લોકલ ટ્રાન્સમિશન થતું અટકાવી શકાય છે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:57 PM IST

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસનું સંકટ વિશ્વભરમાં તોળાઈ રહ્યું છે. અત્યાર સુધી તેની કોઈ દવા કે રસી શોધાઈ નથી. તેનો એક માત્ર ઈલાજ સોશિયલ ડિસ્ટન્સિંગ અર્થાત સામાજિક રીતે પોતાને અલગ રાખવો જ છે. અન્ય દેશોની પરિસ્થિતિને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. તેનાથી લોકલ ટ્રાન્સમિશન થતું અટકાવી શકાય છે.  મેડિકલ જર્નલઓર્ગેનાઇઝેશન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સૂચનાઓ આપી રહ્યું છે. ‘લાન્સેટ’માં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ, સોશિયલ ડિસ્ટન્સિંગ કોરોનવાઈરસ સામે લડત આપવા અસરકારક છે. આ રિસર્ચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અનેક કોમ્બિનેશનની અસર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં સોશિયલ ક્વોરન્ટાઈન, સ્કૂલ ક્લોઝર અને વર્કપ્લેસ પર યોગ્ય આયોજન સામેલ છે.

રિસર્ચ

આ રિસર્ચ સિંગાપોરના વૈજ્ઞાનિકો દ્વારા 80 દિવસ સુધી કરવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સિંગથી કેવી રીતે કોરોનાવાઈરસને ફેલાવતા અટકાવી  શકાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં પુરવાર થયું કે સોશિયલ ક્વોરન્ટાઈન, સ્કૂલ ક્લોઝર અને વર્કપ્લેસ સહિતના તમામ પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સિંગના કોમ્બિનેશનથી વાઈરસને ફેલાવતા અટકાવી શકાય છે. તેનાથી લોકલ ટ્રાન્સમિશનનો દર ઘટાડી શકાય છે.


રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક એલેક્સ કૂકના જણાવ્યા અનુસાર આ રિસર્ચના પરિણામ અન્ય દેશોને આ મહામારી સામે કેવી રીતે લડત આપી શકાય તે સૂચવે છે. તેનાથી લોકલ ટ્રાન્સમિશન થતું અટકાવી શકાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી