ભુજ / તો કચ્છમાં 234 પ્રા. શાળાને તાળાં લાગશે

So in Kutch, 234 primary school will feel locked up

  • ખાસ કિસ્સામાં સરહદી જિલ્લા કચ્છને બાકાત રાખવા લોક પ્રતિનિધિઓ રજુઆત કરે તેવી માંગ 
  • 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને નજીકની શાળામાં મર્જ કરવાની પેરવી

Divyabhaskar.com

Nov 18, 2019, 09:14 AM IST
ભુજઃ ગુજરાત સરકારે રાજ્યમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5350 સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લગાડી નજીકની શાળામાં મર્જ કરવાનું નક્કી કર્યું છે. જો કચ્છ જિલ્લાના લોક પ્રતિનિધિઓ ખાસ કિસ્સામાં કચ્છને બાકાત રાખવાની રજુઆત નહીં કરે તો કચ્છ જિલ્લામાં 234 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને પણ તાળાં લાગી જશે, જેથી દુરદરાજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચે જશે અને અભણ લોકોની સંખ્યામાં વધારો થતો રહેશે.
રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા પ્રયાસો થયા બાદ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધ્યું હતું, જેથી સરકારે સરકારી નોકરીઓમાં શિક્ષણની લાયકાતમાં વધારો અને ઉમેરો કરવાના અખતરા કર્યા હતા, જેમાં શિક્ષણમાં ટેટ, ટાટ જેવી પરીક્ષાઓ પણ દાખલ કરી છે. વળી ટેટ અને ટાટ જેવી લાયકાતને પણ સમય મર્યાદા બાંધી લીધી છે. જોકે, શિક્ષિત બેરોજગારોએ વિશેષ લાયકાતો પણ મેળવી લીધી છે, જેથી શિક્ષણ ક્ષેત્રે પણ બેરોજગારીનું પણ વધ્યું છે. બીજી બાજું સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ પ્રવર્તી રહી છે, જેથી હવે સરકારે 30 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને તાળાં મારી શિક્ષકોની ભરતીથી બચવા હવાતિયા મારવાનું શરૂ કરી દીધું છે, જેમાં કચ્છ જેવા વિશાળા જિલ્લાનો પણ ભોગ લેવાઈ જાય એવી શક્યતા છે. જો, લોક પ્રતિનિધિઓ વેળાસર નહીં જાગે તો કચ્છની 1706 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 234 સરકારી પ્રાથમિક શાળાને તાળા લાગી જશે અને નજીકની શાળામાં મર્જ કરી દેવાશે.
એ સ્થિતિમાં વાહન વ્યવહારના અભાવે ગરીબ પરિવારના લોકો બાળકોને શાળાએ મોકલવાનું જ બંધ કરી દેશે, જેથી શિક્ષણનું સ્તર ઊંચે આવવાને બદલે નીચું જશે અને કચ્છમાં અભણ લોકો વધી જશે. અભણ લોકો વધશે એટલે અભણ બેરોજગારોનું પ્રમાણ વધશે, જેથી સરકાર ફરી શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના નાટક કરશે. જે નાટકમાં કેટલાય યુવાનોના જીવન અંધકારમાં ધકેલાઈ જશે.
સરેરાશ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા શિક્ષણ જરૂરી
ભારત દેશ અને ભારત દેશના રાજ્યોમાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ ખોટ ખાઈને પણ પૂરી પાડવાનો ઉદેશ રખાયો હતો. પરંતુ, દિર્ઘદૃષ્ટા નેતાઓ અને દરેક ક્ષેત્રના તજજ્ઞોની પેઢી ખતમ થઈ ગઈ અને અધૂરા જ્ઞાન ધરાવતા નેતાઓ અને તજજ્ઞોએ સત્તા અધિકારી મેળવી લીધા છે. જેમણે મુખ્ય ઉદ્દેશો જ વિસારી દીધા છે અને જવાબદારીમાંથી છટકવા નફા નુકસાનની ગણતરીઓ શરૂ કરી દીધી છે.
રાઈટ ટુ એજ્યુકેશનનો છેદ ઉડી જશે
RTEની જોગવાઈ મુજબ ધો. 1થી 5ના છાત્રો માટે શાળાથી 1 કિ.મી.થી વધુ અંતરે હોય તો અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા 3 કિ.મી.થી વધુ અંતરે હોય તો નવી શાળાને મંજુરી આપવી અથવા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવું. પરંતુ, સરકાર મહિને માત્ર 300 રૂપિયા આપે છે જ્યારે ખાનગી વાહનો દર મહિને 700 રૂપિયા ભાડુ લે છે, જેથી ગરીબ પરિવારો બાળકોને શાળાએ મૂકવાનું જ બંધ કરી દેશે.
કચ્છમાં 1835 પ્રાથમિક શિક્ષકોની ઘટ
કચ્છમાં 1706 સરકારી પ્રાથમિક શાળા છે, જેમાં 10235 પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર થયું છે. પરંતુ, માત્ર 8400 શિક્ષકોની જ નિમણૂક કરવામાં આવી છે. આમ, મંજુર મહેકમ મુજબ 1835 પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. વાસ્તવમાં તો પ્રાથમિક શિક્ષકોની એથીય વધુ ઘટ છે. પરંતુ, પ્રારંભમાં સરકારી મંજુર મહેકમમાં કાપ મૂક્યું હતું અને જે મહેકમ રહેતું હતું એને જ મંજુર મહેકમમાં ખપાવી દીધું છે.
ખાસ કિસ્સામાં શા માટે
કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિ વિશાળ છે. ભારતના એવા કેટલાય રાજ્યો છે, જેમાં 400 કિ.મી.ના અંતરે રાજ્ય બદલી જાય છે. અરે, ગુજરાતના જ એવા કેટલાય જિલ્લા છે, જેમાં 5થી 10 કિ.મી.એ તાલુકો બદલી જાય છે. જ્યારે કચ્છ જિલ્લામાં 5થી 10 કિ.મી.એ ગામ બદલે છે. ભુજથી પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર કોટેશ્વર જવા માટે 200 કિ.મી.થી વધુ અંતર કાપવું પડે છે. બીજી તરફ ભુજથી પૂર્વ કચ્છના રાપરના ગામડામાં જવા માટે 200 કિ.મી.થી વધુ અંતર કાપવું પડે છે.
X
So in Kutch, 234 primary school will feel locked up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી