તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના 10,000 પાર:અત્યાર સુધી 1,26,030 ટેસ્ટ કરાયા, છેલ્લા 27,056 ટેસ્ટિંગમાં 1000 પોઝિટિવ કેસ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો, 180 દિવસ બાદ કોરોના પાેઝિટિવ કેસની સંખ્યા પાંચ આંકડામાં પહોંચી
  • પહેલા 1000 કેસને 71 દિવસ લાગ્યા હતા
  • છેલ્લા 24 દિવસમાં 3000 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા

વડોદરામાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ 20મી માર્ચે જાહેર થયા બાદ 16મી સપ્ટેમ્બરે બરાબર 180 દિવસ બાદ વડોદરા જિલ્લામાં કોરોનાના કેસોનો આંક 5 આંકડાને વટાવીને 10,038 પર પહોંચ્યો છે. છેલ્લા 24 દિવસમાં જ શહેરમાં 3000 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ છ મહિના દરમિયાન કોરોનાએ સત્તાવાર 166 અને બિનસત્તાવાર 700થી વધુનો ભોગ લીધો છે.

છેલ્લા એક મહિનાથી 120ની આસપાસ કોરોના કેસો જાહેર થાય છે અને કોરોનાની સારવાર લેતા દર્દીઓ પૈકી સરેરાશ 15થી 20 મોત થાય છે. પહેલા 3000 કેસો માટે 114 દિવસનો સમય લાગ્યો હતો. એટલે કોરોનાનું સંક્રમણ શહેર-જિલ્લામાં કેટલી ઝડપથી વધ્યું તેની ગવાહી કોરોના સંક્રમિતોના આંકડા જ પૂરી રહ્યા છે. હજી પણ શહેરમાં 200થી વધુ લોકો ઓક્સિજન અને વેન્ટિલેટર પર કોરોના સામે લડી રહ્યાં છે. કોરોના ફાટી નીકળ્યો ત્યારથી જૂન સુધીના 3 મહિનામાં માંડ 2000 કેસો જ નોંધાયા હતા.

લોકડાઉન પૂરો થયા બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવા માંડ્યું હતું. દર્દીઓની વિગતો જાહેર કરવાનો નિર્ણય ન લીધા બાદ તો કોરોના રીતસરનો શહેરમાં ફાટ્યો હતો. જુલાઇમાં 2 હજાર, ઓગસ્ટમાં 3 હજાર જેટલા કેસો નોંધાયા હતા. હવે સપ્ટેમ્બર અડધો જ પૂરો થયો છે ત્યાં 2 હજારથી વધુ લોકો સપડાઇ ચૂક્યા છે, જે ઝડપ યથાવત્ રહી તો 3,500 કેસો એટલે કે સૌથી વધુ સંક્રમિતો સપ્ટેમ્બરમાં જ નોંધાશે.

85% દર્દી સાજા થયા પણ બેફિકરાઇ ભારે પડી શકે
6 મહિનાના કાળોતરા કોરોના કાળમાં છેલ્લા એક મહિનાની સૌથી સારી બાબત વડોદરા માટે એ છે કે, એક મહિનામાં દાખલ થયેલા દર્દીઓની સરખામણીમાં 94% દર્દીઓ સાજા થયા છે. 16મી ઓગસ્ટથી 16મી સપ્ટેમ્બર સુધીમાં કુલ 3,714 દર્દીઓ કોરોના સંક્રમણમાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 3,490 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 8503 દર્દીઓ એટલે કે 85 ટકા કોરોનામુક્ત થઈ ગયા છે.

1369 દર્દીઓ સારવાર હેઠળ, 134 સાજા થયાં
શહેરમાં હજી પણ કોરોનાના 1369 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકીના 152 ઓક્સિજન પર અને 60 વેન્ટિલેટર પર છે. બુધવારે 134 દર્દીઓને રજા આપવામાં આવતાં હવે 8503 દર્દીઓ સાજા થઇ ગયા છે.

કોરોનાથી 22 મોત, પૂર્વ મેયર ડાંગર સહિત 120 પોઝિટિવ
બુધવારે કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાતાં 120 કેસો આવ્યા હતા. જોકે વિતેલા 24 કલાકમાં શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા 22 દર્દીનાં મોત થયાં હતાં. જ્યારે બીજી તરફ કોરોના કમિટીએ બેનાં મોત જ જાહેર કરતાં સત્તાવાર 166 મોત નિપજી ચૂક્યાં છે. બુધવારે પૂર્વ મેયર ભરત ડાંગર કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. ઉપરાંત પાલિકાની રાવપુરા સ્થિત અગાઉની શાળા નં.1ના પરિસરમાં કાર્યરત એફોર્ડેબલ હાઉસિંગની ઓફિસના એક ઇજનેર સહિત 6 કર્મીના રિપોર્ટ પોઝિટિવ આવતાં ઓફિસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. શહેર-જિલ્લામાં એક મહિનાથી કોરોનાના 25% દર્દીઓ ગ્રામીણ વિસ્તારમાંથી નોંધાઇ રહ્યાં છે. જીએસએફસીમાંથી પણ 5 પોઝિટિવ દર્દી નોંધાતાં કંપનીમાં 141 દર્દીઓ કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો