તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળો:ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી શહેરમાં ઠંડીનો ચમકારો વધશે, રાજ્યમાં 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડી શહેર

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે. તેથી ઠંડા પવનોની અસરથી રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદનું મહત્તમ 29.2 અને લઘુતમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જોકે, આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.

ઠંડી વધવાનું કારણ
અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક દિવસ પહેલાં જમ્મુમાંથી પસાર થયુું હતું. જયારે કો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તે પહેલાં ઉપરના લેવલના ગરમ પવનો ધરતી તરફ આવતા વાતાવરણમાં ગરમી વધે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય બાદ નીચલા લેવલે ઠંડા પવનો શરૂ થાય છે. તેમજ ઉપરના લેવલના સૂકા પવનો નીચલા લેવલના ઠંડા પવનોને સીધા ધરતી તરફ આવે છે. જેને કારણે ઠંડા પવનો ફૂંકાવાથી લઇને હિમવર્ષા થતાં ઠંડીમાં વધારો થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો