તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્મૃતિએ કાફલાની એમ્બ્યુલન્સથી યુવતીને હોસ્પિટલ મોકલી, કહ્યું- લોકતંત્ર માત્ર નામદાર માટે બન્યું નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે, લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા 
  • સ્મૃતિ બે દિવસના પ્રવસના ભાગરૂપે અમેઠી પહોંચી, સભામાં તેણે કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું

અમેઠીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શનિવારે તેમના બે દિવસના પ્રવાસના ભાગરૂપે અમેઠી પહોંચ્યા છે. રસ્તામાં તેમણે એક બિમાર યુવતીને જોતા પોતાના કાફલની એમ્બ્યુલન્સથી તેને હોસ્પિટલે પહોંચાડી હતી. બાદમાં સ્મૃતિએ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમેઠી નામદારનું મજબૂત ક્ષેત્ર હતું, તે એમ માનતા હતા કે 5 વર્ષ સુધી અહીં નહિ આવે તો લોકો તેમને સ્વીકાર કરશે. જોકે આમ ન થયું અને લોકોએ કમળનું બટન દબાવીને બતાવી દીધું કે લોકતંત્ર માત્ર નામદાર માટે બન્યું નથી. લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

સ્મૃતિની સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ અમેઠી પહોંચ્યા હતા. બંનેએ બરૌલિયા ગામે પહોંચીને પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહના પરિવારના સભ્યોની મુલાકાત કરી હતી. સુરેન્દ્રની થોડા મહિલા અગાઉ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગોવાના સીએમ બોલ્યા- 2014માં સુરેન્દ્ર સિંહની સાથે કામ કર્યું હતું

સાવંતે કહ્યું હું 2014માં આમ ચૂંટણી દરમિયાન અમેઠી આવ્યો હતો. મે સ્વ.સુરેન્દ્ર સિંહની સાથે 20-22 દિવસ સુધી કામ કર્યું હતું. અમે એક સક્રિય કાર્યકર્તાને ગુમાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ.મનોહર પરિકરે બરૌલિયા ગામને દતક લીધુ હતું. અમે યુપી સરકારના સહયોગથી અહીં વિકાસના કાર્યોને ગતિ આપવા માંગીએ છે.

યુવતી પેરાલિસિસ બાદ સ્ટ્રેચર પર હતી

સ્મૃતિનો કાફલો જેવો બરૌલિયા ગામથી નીકળ્યો, રસ્તામાં તેમને સ્ટ્રેચર પર એક યુવતી દેખાઈ. સ્મૃતિ કારમાંથી ઉતરી અને કાફલામાં ચાલી રહેલી એમ્બ્યુલન્સમાં તે યુવતીને જિલ્લા હોસ્પિટલમાં મોકલી. રોડ અક્સ્માત બાદ યુવતીને પેરાલિસિસ થઈ ગયો હતો. શનિવારે પરિવારના સભ્યો તેને સ્ટ્રેચરમાં બેસાડીને સારવાર માટે લઈ જઈ રહ્યાં હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો