• Home
  • National
  • Smriti Irani will strengthen the relationship with Amethi, seeing the land to build a house

UP / સ્મૃતિ ઈરાની અમેઠી સાથેનો સંબંધ વધુ મજબૂત કરશે, ઘર બનાવવા માટે જમીન જોઈ

  • સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મેં ગૌરીગંજ વિસ્તારમાં ઘર માટે પ્લોટ જોયો
  • રાહુલ ગાંધી પર કટાક્ષ- નામદાર લોકો સાંસદ બન્યાં બાદ પાંચ વર્ષ સુધી ગુમ રહે છે

Divyabhaskar.com

Jun 23, 2019, 06:50 PM IST

અમેઠીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સંસદીય વિસ્તાર અમેઠીમાં ઘર બનાવવાની તૈયારી કરી રહી છે. તેઓ શનિવારે બે દિવસની મુલાકાતે અમેઠી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ તેઓએ ઘર માટે ગૌરીગંજ વિસ્તારમાં એક પ્લોટ જોયો છે. સ્મૃતિએ કહ્યું કે અમેઠીમાં ટૂંક સમયમાં જ મારું સ્થાયી ઘર હશે અને લોકો માટે દરેક સમયે ત્યાં હાજર રહીશ.
બીજી વખત કેન્દ્રીય મંત્રી બન્યાં બાદ અમેઠી પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. એક કાર્યક્રમમાં તેઓએ રાહુલ પર કટાક્ષ કરતાં કહ્યું કે નામદાર લોકો સાંસદ તરીકે ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી ગુમ રહે છે અને જનતા તેને અહીંથી દિલ્હી સુધી હાથમાં દિવો લઈને શોધે છે. પરંતુ હવે તેવું નહીં થાય.

2014માં પહેલી વખત ચૂંટણી લડ્યા હતાઃ સ્મૃતિ પહેલી વખત 2014માં અમેઠીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ રાહુલ ગાંધી સામે હારી ગયા હતા. હાર પછી તેઓ અમેઠીમાં ઘણાં સક્રિય રહ્યાં હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર થયો હતો. સ્મૃતિએ કોંગ્રેસની પરંપરાગત સીટ ગણાતી અમેઠીમાં રાહુલને લગભગ 50 હજારથી વધુ મતથી હરાવ્યાં હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી