સુરત / ‘ક્યાં સુધી એકની એક રજૂઆત કરતાં રહેશો’ સુરતી ઉદ્યોગકારોને મંત્રી સ્મૃતિ ઈરાનીની ટકોર

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી.

  • દિલ્હીમાં ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ મંત્રીની મુલાકાત લીધી

Divyabhaskar.com

Dec 27, 2019, 05:42 AM IST
સુરત: દિલ્હી ખાતે વડાપ્રધાનની મુલાકાતે ગયેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી છે. તેમના નિવાસ સ્થાને થયેલી મીટીંગમાં એકની એક રજૂઆતો નહીં કરવા મંત્રીએ ઉદ્યોગકારોને ટકોર કરી છે.
સુરતને ટેક્સટાઈલ મશીનરી હબ તરફ આગળ લઈ જવા માટે પણ મંત્રી ઈરાનીએ સૂચન કર્યુ
ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ જણાવે છે કે, મંત્રીના નિવાસ સ્થાને એક કલાક સુધી મીટીંગ ચાલી હતી. તેઓ ટેક્સટાઈલને લઈને પોઝીટીવ છે પણ યોજનાઓનો દૂરપયોગ પણ થઈ રહ્યો હોવાનો કેસ મંત્રાલય પાસે પડ્યા છે. એવા કિસ્સામાં ચકાસણીનો દૌર વધી જશે. જોકે, સુરતને ટેક્સટાઈલ મશીનરી હબ તરફ આગળ લઈ જવા માટે પણ મંત્રી ઈરાનીએ સૂચન કર્યુ છે. તેમણે મંત્રાલય તરફથી મદદ કરવા પણ તૈયારી બતાવી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મંત્રાલય ટેક્સટાઈલ મોર્ડેનાઈઝેશન પર ફોકસ કરી રહ્યું છે. ટફના ઈશ્યુ મુદ્દે યોગ્ય કાર્યવાહીઓ થઈ રહી છે. આવનારા દિવસમાં ફરી સુરત આવવા તૈયારી બતાવી છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદ્દે મંત્રી ઈરાનીએ જણાવ્યું કે, તમામ સેક્ટરને ધ્યાને લઈને નિર્ણય થાય તે યોગ્ય છે. શુક્રવારે ચેમ્બરના આગેવાનો વડાપ્રધાન મોદીને મળશે.
પાવર ટેરિફ ઈશ્યુથી વાકેફ હોવાનું જણાવ્યું
ચેમ્બરના પદાધિકારીઓને પાવર ટેરીફના ઈશ્યુ અંગે મંત્રી ઈરાનીએ જણાવ્યું હતું કે, પાવર ટેરીફ સહિતના વિવિધ ઈશ્યુઓ અમારી પાસે છે. સ્ટેટ પોલિસીઓના કારણે હરિફાઈ થતી હોવાની પણ માહિતી છે. જેના માટે કેન્દ્રની ટેક્સટાઈલ પોલિસી થકી સરળતાં થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે.
X
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી.ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી