• Home
  • Utility
  • Small finance banks receive a 7 percent interest on a savings account

વ્યાજ / સ્મોલ ફાઈનાન્સ બેંકોમાં સેવિંગ અકાઉન્ટ પર 7 ટકા વ્યાજ મળે છે

Small finance banks receive a 7 percent interest on a savings account

  • IDFC,ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ અને ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકો 7 ટકાના દરે વ્યાજ મળશે
  • ઘણી મુખ્ય બેંકોમાં સેવિંગ અકાઉન્ટ પરના વ્યાજ દર ખૂબ ઓછા 
  • SBIમાં 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર માત્ર 3.25 ટકાના દરે વ્યાજ મળે છે

Divyabhaskar.com

Feb 16, 2020, 03:54 PM IST

યુટિલિટી ડેસ્ક. દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં લેતા ભારતીય રિઝર્વ બેંક (RBI)એ છેલ્લા એક વર્ષ દરમિયાન વ્યાજ દરોમાં ભારે ઘટાડો કર્યો છે. ત્યારબાદ સમગ્ર દેશની તમામ બેંકો સેવિંગ અકાઉન્ટ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બચત માટે સેવિંગ અકાઉન્ટનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે દરેક બેંકની પોતાની શરતો હોય છે. કેટલીક એવી સ્મોલ ફાઈનાન્સ બેંકો છે, જેમના સેવિંગ અકાઉન્ટમાં તમને સૌથી વધારે વ્યાજ મળશે. આ બેંકોમાં સેવિંગ અકાઉન્ટમાં પર 7 ટકા જેટલું વ્યાજ મળે છે.

IDFC બેંક:
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની (IDFC) બેંકમાં સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી રાખવા પર 6 ટકા વ્યાજ મળે છે. તે ઉપરાંત આ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા કરતા વધારે રકમ રાખશો તો, તેમને તેના પર 7 ટકા વ્યાજ મળશે. આ વ્યાજ દર વાર્ષિક હશે.


ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકઃ
આ બેંકમાં સેવિંગ અકાઉન્ટમાં 25 લાખ રૂપિયાની ડિપોઝિટ પર વાર્ષિક 7 ટકા વ્યાજ મળે છે. ઉપરાંત આ બેંકમાં કોઈ 25 લાખ રૂપિયાથી લઈને 10 કરોડની વચ્ચે રકમ રાખે છે તો તેને 7.25 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળશે. 10 કરોડ રૂપિયા કરતા વધારે બેલેન્સ પર 7.75 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકઃ
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 5 લાખ રૂપિયા રાખવા પર વાર્ષિક 4 ટકા વ્યાજ મળશે. 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની રકમ પર આ બેંકમાં તમને 5.50 ટકા વ્યાજ મળશે. ઉપરાંત કોઈ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 50 લાખથી 5 કરોડ રૂપિયાની રકમ જમા કરાવ્યા હોય તો 6.75 ટકા વ્યાજ મળશે. 5 કરોડ રૂપિયાથી વધારે રકમ માટે 7 ટકા વ્યાજ દર છે.

ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકઃ
આ સ્મોલ ફાઈનાન્સ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા રાખવા પર વાર્ષિક 4.50 ટકા વ્યાજ મળી રહ્યું છે. તેવી જ રીતે, થાપણની રકમ વધશે, વ્યાજના દરમાં વધારો થશે. આ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 1 લાખથી 1 કરોડ રૂપિયા રાખવા પર 6 ટકા, 1 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયા રાખવા પર 7 ટકાના દરે વ્યાજ મળે છે. તે ઉપરાંત આ બેંકના સેવિંગ અકાઉન્ટમાં 5 કરોડ રૂપિયાથી 30 કરોડ રૂપિયા રાખવા પર 7.25 ટકાના દરે વ્યાજ મળે છે.

SBI માં 3 ટકાના દરે વ્યાજ મળે છે
આ બેંકો સિવાય ઘણી મુખ્ય બેંકોમાં સેવિંગ અકાઉન્ટ પરના વ્યાજ દર ખૂબ ઓછા છે. વર્તમાનમાં, ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર માત્ર 3.25 ટકાના દરે વ્યાજ મળે છે. તે ઉપરાંત આ બેંકમાં 1 લાખ રૂપિયાથી વધારે ડિપોઝિટ પર 3 ટકાના દરે વ્યાજ મળે છે.

X
Small finance banks receive a 7 percent interest on a savings account

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી