તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગરમાં ધીમે ધીમે જામતો શિયાળો, પારો 13.8 ડિગ્રી

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી ગગડતા વાતાવરણ ટાઢુંબોળ
  • વહેલી સવારે અને રાત્રિના ઠંડા પવનથી માર્ગો સૂમસામ

જામનગરમાં ધીમે ધીમે શિયાળો જમાવટ કરતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રવિવારે લધુતમ તાપમાન 0.4 ડીગ્રી ગગડતા વાતાવરણ ટાઢુંબોળ થઇ ગઇ ગયું હતું. ઠંડીનો પારો ગગડીને 13.8 ડીગ્રી પહોંચતા વહેલી સવારે અને રાત્રીના ઠંડા પવનથી માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં.

જામનગરમાં ચાલુ વર્ષે મોડેથી શિયાળાએ દસ્તક દીધી છે. છેલ્લાં સપ્તાહથી લધુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડીગ્રી સુધી પહોંચતા વહેલી સવારે અને રાત્રીના ફૂલ ગુબાલી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. શનિવારે લધુતમ તાપમાન 14.2 ડીગ્રી નોંધાયું હતું. જેમાં રવિવારે 0.4 ડીગ્રીનો ઘટાડો થતાં 13.8 ડીગ્રીએ પહોંચ્યું હતું. શહેર-જિલ્લામાં શિયાળો ધીમે ધીમે જમાવટ કરતા વહેલી સવારે અને રાત્રીના હીમ જેવા ઠંડા પવનને કારણે માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે મેઘરાજાએ ધીંગી મેઘમહેર કરતા હાડ થિજાવતી ઠંડી પડવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે. છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 28.6 ડીગ્રી રહ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો