મેક્સિકો / ગોળીબારમાં 6નાં મોત, 5 ઘવાયા, અમેરિકામાં યહૂદીઓ પર ચપ્પા વડે હુમલો

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

Divyabhaskar.com

Dec 30, 2019, 02:57 AM IST
મેક્સિકો સિટી, ન્યુયોર્ક: મેક્સિકોના યુરિઆંગટો શહેરમાં ગોળીબારમાં 6 લોકો મૃત્યુ પામ્યા અને 5 લોકો ઘવાયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર અજાણ્યા બંદૂકધારીઓએ શનિવારે એક ગેસ સ્ટેશન પર ઊભેલાં લોકો પર ગોળીબાર કરી દીધો હતો. તેમાં 5નાં મોત નીપજ્યાં અને 6 ઘવાયા હતા. એકનું મોત હોસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં થયું હતું.
હું મોંસીમાં થયેલી ઘટનાથી હેરાન છું-એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સ
ન્યૂયોર્કમાં યહૂદીઓના પ્રાથના સ્થળે ચપ્પા વડે હુમલો કરાતાં 5 લોકો ઘવાયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર છે. હુમલો મોંસે વિસ્તારમાં યહૂદી પર્વ હનુક્કા દરમિયાન થયો હતો. હુમલાખોરની શોધખોળ હાથ ધરાઈ છે. ઘટના અંગે એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સે ટ્વિટ કરી કે હું મોંસીમાં થયેલી ઘટનાથી હેરાન છું. અહીં કોઇપણ પ્રકારની ઘૃણા માટે કોઈ સ્થાન નથી. મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે ભયાવહ, લોકો ડરી ગયા છે.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી