તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

યૂટયૂબ:રતનાલના યૂ-ટયૂબરને સિલ્વર પ્લે બટન એવોર્ડ

લાખોંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા| લાઈવથી ગીત ગાવાનું શરુ કર્યું હતું,આજે દોઢ કરોડ દર્શકો
  • સંસ્કૃતિ જાળવતા માટે 14 ગીતો રચ્યા

રતનાલ ગામના યુવા યૂ-ટયૂબર નંદલાલ છાંગાને યૂટયૂબ દ્વારા તાજેતરમાં સિલ્વર પ્લે બટન એવોર્ડ આપવામાં આવ્યો છે.અંજાર તાલુકાના નાનકડા ગામડામાંથી સંગીત ક્ષેત્રે શોખ નંદલાલને ખૂબ આગળ લઈ ગયો.અત્યાર સુધી 14 ગીત અને 1 વેબસીરીઝ માટે ગવાયેલા ગીતમાં તેને દોઢ કરોડથી વધુ લોકો યુટયૂબના વીડિયોમાં જોઈ ચૂક્યા છે.આ સાથે જ એક લાખ સબસ્ક્રાઈબર થતા જ તેમને આ સિલ્વર પ્લે બટન એવોર્ડ આપવામાં આવ્યો હતો,જે અંજારના સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે સ્વીકાર્યો હતો.

બીજા ધોરણથી શાળામાં “તું રંગાઈ જાને રંગમાં..”ગીત ગાવાની શરૂઆત કરેલ નંદલાલ દસમા ધોરણમાં ગુરુકુળમાં તો ધૂન ગાવા માટે સહપાઠીઓથી એક કલાક વહેલા ઉઠી જતા હતા.ધીરેધીરે સમય જતા સોશ્યલ મીડિયામાં આજથી આઠેક વર્ષ પહેલા લાઈવ ગીત ગાતા ત્યારે 100 જેટલા દર્શકો જોતા અને તેમને પ્રોત્સાહન આપતા આજે દોઢ કરોડ લોકો તેના ગીતના દીવાના થઇ ચૂક્યા છે.વર્ષ 2013માં ઇન્ડિયન આઇડોલના ઑડિશનમાં તેઓ ચાર રાઉન્ડમાં પસંદ પણ થઇ ચૂક્યા હતા પણ અંતે પાંચમા રાઉન્ડમાં તેમને માત્ર આંખ બંધ કરીને ગાવાની પદ્ધતિના કારણે આગળ જવા દેવામાં ન હતા આવ્યા. જો કે આજે કચ્છના જાણીતા યૂટયૂબરમાં તેમની ગણતરી થાય છે.

ભણતરમાં MBA સુધીનો અભ્યાસ કરનાર નંદલાલ છાંગાએ કોઈ પણ પ્રકારની સંગીતની પદવી કે અભ્યાસ નથી કરેલો છતાંય આજે ટોચના કલાકારો તેને વખાણી રહ્યા છે.તેના દરેક ગીતમાં સચ્ચિદાનંદ સંપ્રદાય અને હિન્દૂ સંસ્કૃતિની ઝલક દેખાય છે અને પરિધાનમાં પણ આહિરાત અને પરંપરાગત વસ્ત્રોને જ તેઓ મહત્વ આપે છે.જે યુવાઓને ખૂબ ગમી રહ્યું છે.આ દિવાળી પર તેઓ ‘કાણું ભણતો..” જે વ્રજ ભાષાનો શબ્દ છે તેના પર સ્થાનિક લોકો સાથે જ અલગ જ અંદાઝમાં ગીત બનાવશે. ભાસ્કર સાથેની વાતમાં તેમને કહ્યું કે,આજે કરોડો લોકો મને જુએ છે પણ સાથોસાથ આવનારી પેઢી પણ જુનવાણી ગીતોને નવી ઢબમાં યાદ રાખશે તે વાતની મને ખુબ ખુશી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો