સેલેબ લાઈફ / શ્રદ્ધા કપૂરે પોતાના બોડીગાર્ડને સોશિયલ મીડિયામાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Shraddha Kapoor wishes her bodyguard a happy birthday on social media

Divyabhaskar.com

Nov 01, 2019, 07:28 PM IST

મુંબઈઃ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયામાં પોતાના બોડીગાર્ડના જન્મદિવસ પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બોડીગાર્ડ અતુલ કામ્બલેની તસવીર શૅર કરીને મરાઠીમાં કેપ્શન આપ્યું છે.

શું કહ્યું શ્રદ્ધાએ?
શ્રદ્ધાએ કહ્યું હતું, મારા જીવનના સૌથી મહત્ત્વના અને સૌથી સારા વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. મને હંમેશાં સલમાત રાખવા બદલ આભાર. અતુલ, મારું સદનસીબ કે તારા જેવી વ્યક્તિ મારા જીવનમાં છે. તારા જીવનમાં હંમેશાં સુખ-શાંતિ અને એ દરેક વસ્તુ મળે, જેની તને ઈચ્છા છે.

ચાહકોએ વખાણ કર્યાં
શ્રદ્ધાની આ પોસ્ટ યુઝર્સ તથા બોલિવૂડ સેલેબ્સને ઘણી જ પસંદ આવી હતી. એક્ટર વરુણ ધવને કમેન્ટ બોક્સમાં હાર્ટની ઈમોજી મૂકી હતી. શ્રદ્ધાની મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઈકે કમેન્ટ કરી હતી, બેસ્ટ વ્યક્તિ, હેપ્પી બર્થડે અતુલ. કેટલાંક યુઝર્સે શ્રદ્ધાને ઘણી જ વિન્રમ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે યુ ટ્યૂબ ચેનલમાં ક્વેશ્ચન-આન્સર સેશનમાં કહ્યું હતું કે તેના જીવનની મહત્ત્વની વ્યક્તિમાં તેના બોડીગાર્ડનો પણ સમાવેશ થાય છે.

‘છિછોરે’એ 100 કરોડની કમાણી
શ્રદ્ધા કપૂરની છેલ્લે સુશાંત સિંહ રાજપૂત સાથેની ‘છિછોરે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી હતી. આ પહેલાં શ્રદ્ધાની પ્રભાસ સાથેની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી હતી. શ્રદ્ધા હવે ‘બાગી 3’ તથા ‘સ્ટ્રીટ ડાન્સર’માં જોવા મળશે.

X
Shraddha Kapoor wishes her bodyguard a happy birthday on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી