તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સાથે સંતાકુકડી:દંડના ડરે દુકાનો ટપોટપ બંધ, પાલિકા રાજમાર્ગ પર કોવિડ-19ની એસઓપીનું પાલન કરાવવા નિકળી હતી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની ટીમ આવી તો ચૌટા બજાર બંધ, જતાં જ ફરી ભીડ
  • રાત્રે કરફ્યુ ને દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, ખાણીપીણી, ટી સ્ટોલ્સ, લારી-પાનની દુકાનો બંધ કરાવી, કરફ્યુના ભંગ બદલ 107 સામે કાર્યવાહી

પાલિકા કમિશનર રવિવારે તમામ ઝોનમાં નિરિક્ષણ અર્થે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં તેમાં, રાજમાર્ગ, લાલગેટ સહિતના વિસ્તારમાં તેમનો કાફલો પહોંચતાં સેન્ટ્રલ ઝોનની ટીમ દોડતી થઇ ગઈ હતી. એસઓપીના પાલન કરાવવા કમિશનરે આપેલી સૂચનાને પગલે ઝોનની ટીમે દૂકાનોમાં ફરીને કોવિડ માર્ગદર્શિકાની સમજ અને પાલન કરાવવા જતાં ફફડી ઉઠેલા દૂકાનદારોએ ટપોટપ દૂકાનો બંધ કરી દીધી હતી.!

પાલિકા કમિશનર બી.એન.પાની એ ભીડભાડ વાળા સ્થાનો ખાણીપીણી, ચા ના સ્ટોલ્સ, લારી-ગલ્લાઓ પાનની દુકાનો પર જો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર સહિતની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોય તો પાલન કરાવવા સૂચના આપી હતી. એટલું જ નહી એસઓપીનું પાલન કરવામાં ક્ષતિ જણાતા પાલિકાની વિવિધ ટીમોએ કાર્યવાહી હાથ ધરી હતી. દંડથી બચવા માટે કેટલાંક દુકાનદારોએ દૂકાનો જ બંધ કરવા માંડી હતી.

માસ્ક વગર ફરતા 652 લોકો દંડાયા
સુરત શનિવારે રાતથી કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કફર્યુનો ભંગ કરનારા 107 સામે કાર્યવાહી કરી છે. કોરોનાની મહામારીને લઈ તકેદારીના ભાગરૂપે સુરતમાં પણ શનિવારે રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કફ્યુ અમલ શરૂ કરાયો હતો. પહેલા દિવસે સુરત પોલીસે કફર્યુ ભંગના 107 કેસો કરી કડક અમલવારી કરાવી હતી. ઉપરાંત 9 વાહનો ડિટેઇન કર્યા અને 67300નો દંડ પણ વસુલ્યો હતો.

તદ્ઉપરાંત માસ્ક અને જાહેરમાં થુંકવા બાબતે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં શનિવારે 652 લોકોને માસ્ક અને જાહેરમાં થુકવા બાબતે દંડની કાર્યવાહી કરી 6.52 લાખનો દંડ વસુલ્યો હતો. જેમાં સૌથી વધારે 136 કેસો ટ્રાફિક પોલીસે કર્યા હતા.

અઠવામાં કોરોના અંગે સમીક્ષા કરાઈ
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર અઠવા ઝોનમાં સિટીલાઈટ સાયન્સ સેન્ટર રોડ પરની સૂર્યદર્શન સોસાયટી તથા ઇન્ડોર સ્ટેડિયમ રોડની ક્રિષ્નકુંજ સોસા. ખાતે કમિશનરે નિરિક્ષણ કર્યું હતું. કતારગામ ઝોનમાં પાટીદાર સમાજ ભવનમાં વિવિધ સોસાયટીઓના પ્રમુખો, સમાજ અગ્રણીઓ સાથે મિટીંગ યોજી હતી. ત્યાર બાદ મેયર સાથે કિરણ હોસ્પિટલની મુલાકાત લઈ બેડ સુવિધા, ટેસ્ટિંગની કામગીરીની સમિક્ષા કરી હતી.

શહેરમાં સરવેની ટીમ વધી
શહેરોમાં મનપાએ સરવેની 94 ટીમ વધારી 1934 ટીમો કરી છે. 1 નવેમ્બરના રોજ 1860 ટીમો કામ કરી રહી હતી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં 443 સરવે ટીમ ઘટાડી 572 કરવામાં આવી છે. નવેમ્બરમાં 1115 ટીમો કામ કરી રહી હતી.

નો માસ્ક નો એન્ટ્રી પદ્ધતિ અપનાવો
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં બહારગામથી કે પ્રવાસેથી પરત ફરતાં લોકો ફરજિયાત ટેસ્ટ કરાવે અને તાત્કાલિક ધંધા પર જવાને બદલે બે-ત્રણ દિવસ પોતાના સ્વાસ્થ્યનું મોનિટરીંગ કરવું જરૂરી છે. બહાર દુકાનોમાં અલગ અલગ સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુશનમાં ઘણાં બધા લોકો માસ્ક પહેરતાં નથી ‘નો માસ્ક નો એન્ટ્રી’ પદ્ધતિ છે તેને સઘન બનાવીએ, હાલ કોરોનાની કોઈ વેક્સીન નથી ત્યાં સુધી માસ્ક જ વેક્સીન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો