તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After Kamal Nath's Resignation, BJP Will Now Submit A Claim To Form Government, Shivraj Will Become CM: 25 Seats Will Be By elections

કમલનાથે રાજીનામુ આપ્યા બાદ હવે ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, શિવરાજ CM બનશે: 25 સીટ પર પેટાચૂંટણી થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર બન્યા બાદ ભાજપે બહુમતિ સાબિત કરવી પડશે
  • વિધાનસભામાં 230 સીટ, ભાજપની પાસે 106 ધારાસભ્યો

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક વર્ષ ત્રણ મહિના સુધી સરકાર ચલાવ્યા બાદ શુક્રવારે રાજીનામુ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંજે 5 વાગ્યા સુધીમાં ફલોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે કમલનાથના રાજીનામા બાદ હવે તેની જરૂર પડશે નહિ. તેમના રાજીનામાની સાથે જ ભાજપ માટે સરકારે બનાવવાનો દાવો રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 5 પોઈન્ટમાં જાણો, મધ્યપ્રદેશમાં હવે આગળ શું થનાર છે ?

1.ભાજપ સરકાર બનાવવાની તૈયારી કરશે

કમલનાથના રાજીનામા બાદ હવે બે સ્થિતિઓ સર્જાશે. પ્રથમ- રાજ્યપાલ હાલની સ્થિતિમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનું કહી શકે છે. ભાજપ તેને સ્વીકાર કરીને સરકાર બનાવવાનું કહી શકે છે. બીજું- રાજ્યપાલના કહેવા પહેલા ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેઓ ધારાસભ્યોને બીજી વખત પરેડ કરાવી શકે છે અને સમર્થન પત્ર સોંપી શકે છે.
2.સરકાર બન્યા બાદ ભાજપે બહુમતિ સાબિત કરવી પડશે
ભાજપ સરકાર બનાવી લે છે તો તેને વિધાનસભામાં ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોનો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં તેમણે પણ વિધાનસભામાં ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું, તેમાં તેઓ જીતી ગયા. કર્ણાટકમાં પણ 2018ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રિશંકુ વિધાનસભા બની. રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે બોલાવ્યા અને યેદિયુરપ્પા મંુખ્યમંત્રી બન્યા. 6 દિવસ બાદ યેદિયુરપ્પાએ ફલોર ટેસ્ટ પહેલા રાજીનામું આપ્યું.
3.શિવરાજ ચોથી વખત સીએમ બની શકે છે, તેમની પાસે પોણા ચાર વર્ષ સરકાર ચલાવવાની તક
ભાજપની સરકાર બનવાની સ્થિતિમાં સીએમ પદના સૌથી મોટા દાવેદાર શિવરાજ સિંહ ચૌહાણ જ છે. તે 2005થી 2018 સુધી સતત 13 વર્ષ સીએમ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ત્રણ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ ફરીથી સીએમ બને છે તો તે મધ્યપ્રદેશના ઈતિહાસમાં પ્રથમ પ્રસંગ હશે, જ્યારે કોઈ ચૌથી વખત શપથ લેશે. શિવરાજ સિવાય અર્જુન સિંહ અને શ્યામચરણ શુક્લ ત્રણ-ત્રણ વખત સીએમ રહ્યાં છે. 
4.છ મહીનાની અંદર 25 સીટ પર પેટાચૂંટણી થશે
વિધાનસભામાં 230 સીટ છે. બે ધારાસભ્યોના નીધન બાદ પ્રથમ 2 સીટ ખાલી છે. સિંઘિયા સમર્થક કોંગ્રેસના 22 ધારાસભ્યો બળવાખોર થઈ ગયા હતા. તેમાં 6 મંત્રી હતી. સ્પીકર એન પી પ્રજાપતિ આ તમામના રાજીનામા મંજૂર કરી ચૂક્યા છે. શુક્રવારે સવારે સ્પીકરે કહ્યું ભાજપના ધારાસભ્યો શરદ કોલે પણ રાજીનામુ આપ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે 25 સીટો હવે ખાલી છે. તેની પર 6 મહીનામાં ચૂંટણી થનાર છે.
5.પેટાચૂંટણીમાં ભાજપે ઓછામાં ઓછી 10 સીટ જીતવી પડશે

  • ભાજપની પાસે 106 ધારાસભ્યો છે. 4 અપક્ષ તેમના સમર્થનમાં આવ્યા તો ભાજપ+ની સંખ્યા 110 થઈ જાય છે. 25 સીટ પર પેટાચૂંટણી થવા પર ભાજપને બહુમતી માટે બીજી 6 સીટની જરૂર પડશે. જો અપક્ષે ભાજપનો સાથ ન આપ્યો તો પેટાચૂંટણીમાં પાર્ટીને 10 સીટો જીતવી પડશે.
  • કોંગ્રેસને અપક્ષોની સાથે રહેવા પર પેટાચૂંટણીમાં 17 અને અપક્ષોએ પાર્ટી બદલવા પર 21 સીટ જીતવી પડશે. જો અપક્ષોની સાથે-સાથે સપા-બસપાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો તો તેને સતા પરત લાવવા માટે 24 સીટો જીતવી પડશે.
  • કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યો જે સીટો પરથી જીત્યા હતા, તેમાંથી 20 પર ભાજપ બીજા નંબરે હતી. 11 સીટો પર જીત-હારનું અતર 10 ટકાથી પણ ઓછું હતું. તે 22 બળવાખોર ધારાસભ્યો મધ્યપ્રદેશના 14 જિલ્લામાંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમાંથી 15 સિંઘિયાના ગઢ ગ્વાલિયર-ચંબલથી ધારાસભ્ય બન્યા હતા.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો