ભાસ્કર એક્સક્લૂઝીવ / શિવસેના, NCP, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને તેમના ધારાસભ્યોના શપથ-પત્ર સોંપવાની તૈયારીમાં

રેનેસાં હોટલમાં રવિવારે NCPના સુપ્રિયા સુલે, રોહિત પવાર સાથે શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉત
રેનેસાં હોટલમાં રવિવારે NCPના સુપ્રિયા સુલે, રોહિત પવાર સાથે શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉત

  • મહારાષ્ટ્રના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં કાલે સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે
  • જયપુર જવાની જગ્યાએ મુંબઈની હોટલમાં જ રહેશે કોંગ્રેસના ધારાસભ્યો
  • સોનિયા ગાંધીએ મોરચો સંભાળ્યો, તેઓ સીધા એહમદ પટેલના સંપર્કમાં

Divyabhaskar.com

Nov 24, 2019, 09:33 PM IST

નવી દિલ્હીથી હેમંત અત્રી: મહારાષ્ટ્રમાં સરકાર ગઠન અને બહુમત સાબિત કરવાને લઇને ચાલી રહેલી મહાભારત પર રવિવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનવણી બાદ કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ઉત્સાહમાં છે. ત્રણેય પાર્ટી વિધાનસભામાં તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરવાની માંગને ન્યાયિક આધાર આપવા માગે છે. તેના માટે ત્રણેય પાર્ટીએ તેમના અને દરેક સમર્થક અપક્ષ ધારાસભ્યોની સહી વાળા શપથ-પત્ર સોમવારે સવારે દસ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કોર્ટની લડાઇની આગેવાની કરી રહેલા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીની ટીમે શપથ પત્ર મેળવવાનો નિર્ણય કર્યો છે. ટીમથી જોડાયેલા સૂત્રો પ્રમાણે, 150થી વધારે ધારાસભ્યોના શપથ પત્ર દાખલ કરીને તેમનો જલદી ફ્લોર ટેસ્ટ કરાવવાનો દાવો મજબૂત થશે અને સાથે જ કોર્ટને પણ અરજી પર આદેશ આપવામાં કોઇ ટેક્નિકલ સમસ્યા નહીં આવે. મુંબઈમાં ત્રણેય પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સંબંધિત શપથ પત્રો પર સહી કરાવવાનું કામ રવિવારે જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. દરેક શપથ પત્ર રવિવાર રાત સુધી દિલ્હી પહોંચી જશે. આ પહેલી વખત હશે જ્યારે કોઇ રાજ્યમાં બહુમત સાબિત કરવાથી જોડાયેલા વિવાદમાં પિટિશનર્સ તરફથી ધારાસભ્યોના શપથ પત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

રવિવારની સુનાવણીમાં પણ અજિત પવાર અને ભાજપના દાવાને ખોટા સાબિત કરવા માટે કોંગ્રેસના વકીલોએ એનસીપીના 41 ધારાસભ્યોનો સમર્થન પત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજકીય સચિવ અહેમદ પટેલ, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી મલ્લિકાર્જુન ખડગે સાથે લગાતાર સંપર્કમાં છે.

મહારાષ્ટ્રનું ગણિત: વિપક્ષી પાર્ટીઓ પાસે 160થી વધુ ધારાસભ્યોનો આંકડો
મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પાસે 56, એનસીપી પાસે 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્ય સિવાય લગભગ 12 અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો શિવસેનાની આગેવાની વાળા ગઠબંધન દ્વારા કરવામાં આવી રહ્યો છે. એનસીપીના 54માંથી 50 ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા જવાની વાત સામે આવી ચૂકી છે. બહુમતનો આંકડો 145નો છે. આવામાં ત્રણ પાર્ટી સુપ્રીમ કોર્ટ સમક્ષ ધારાસભ્યોના શપથપત્ર દાખલ કરીને આગામી 24થી 48 કલાકમાં જ ફ્લોર ટેસ્ટ કરાવવાની આશા સાથે તૈયારીમાં લાગી છે.

કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્ય મુંબઈમાં જ રહેશે
જલદી ફ્લોર ટેસ્ટની સંભાવનાને જોતા કોંગ્રેસ અને એનસીપીએ તેમના ધારાસભ્યોને મુંબઈમાં રાખવાનો જ નિર્ણય કર્યો છે. પહેલા તેમને જયપુર મોકલવાની વાત હતી જેથી તોડબાજીથી બચી શકાય.

X
રેનેસાં હોટલમાં રવિવારે NCPના સુપ્રિયા સુલે, રોહિત પવાર સાથે શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉતરેનેસાં હોટલમાં રવિવારે NCPના સુપ્રિયા સુલે, રોહિત પવાર સાથે શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી