રાજકીય / મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપ શાસિત રાજ્ય ગોવા પર શિવસેનાની નજર

Divyabhaskar.com

Nov 29, 2019, 05:44 PM IST

નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા બાદ હવે શિવસેનાની નજર ભાજપ શાસિત ગોવા પર છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિ પૂરી થઈ ગઈ છે, હવે અમારી નજર ગોવાની રાજનીતિ પર છે. અમે સમગ્ર દેશમાં બીન-ભાજપી મોરચો બનાવવા માગી છીએ. જેની મહારાષ્ટ્રમાંથી શરૂઆત થઈ ગઈ છે.

હવે અમારું ધ્યાન ગોવા પર છે. ગોવા પછી અમે સમગ્ર દેશમાં મોરચો તૈયાર કરશું.સંજય રાઉતે જણાવ્યું હતું કે ત્રણ ધારાસભ્યો સાથે ગોવા ફોર્વડ પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રસદેસાઈ શિવસેના સાથે ગઠબંધન કરી રહ્યા છે. મહારાષ્ટ્રની માફક એક નવો રાજકીય મોરચો ગોવામાં આકાર લઈ રહ્યો છે. ટૂંક સમયમાં તમને ગોવામાં એક ચમત્કાર જોવા મળશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી