મહારાષ્ટ્ર / ફડણવીસે બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી, શિવસેના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કહ્યું- શિવસેનાની સરકાર

Shiv Sena government slogans were announced when Bala Saheb went to Fadnavis to pay tribute to Thackeray

Divyabhaskar.com

Nov 17, 2019, 04:20 PM IST

મુંબઈઃ શિવસેના સુપ્રીમ બાલા સાહેબ ઠાકરેની પૂર્ણતિથિ નિમિતે મહારાષ્ટ્રના રાજકારણના તમામ દિગ્ગજ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. શિવસેના ઉપરાંત કોંગ્રેસ, એનસીપી અને બીજેપીના નેતાઓ પણ બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવાજી પાર્ક પહોંચ્યા હતા. બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી તેઓ જ્યારે પરત આવી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. શિવસૈનિક અહીં સૂત્રોચ્ચાર કરતાં હતા, કોની સરકાર શિવસેનાની સરકાર.


જ્યારે દેવેન્દ્ર ફડણવીસ બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી પાછા ફરી રહ્યા હતા ત્યારે શિવસૈનિકો ફિર સે આઉગા નારા લગાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ એ વાતનું પુનરાવર્તન કરતા હતા કે મહારાષ્ટ્રમાં ફરી વખત સરકાર બનાવશું. એવું કહેવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસને ચિડવવા માટે શિવસૈનિક આમ કહી રહ્યા હતા. બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ટવીટ કર્યું હતું કે- હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાલા સાહેબને તેમની પુર્ણતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તે સમયે તેમની સાથે મહારાષ્ટ્ર બીજેપી નેતા પંકજા મુંડે અને વિનોદ તાવડે પણ ઉપસ્થિત હતા.

X
Shiv Sena government slogans were announced when Bala Saheb went to Fadnavis to pay tribute to Thackeray
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી