ઉત્તરપ્રદેશ / ઉદ્ધવ ઠાકરેએ 18 સાંસદોની સાથે રામલલાના દર્શન કર્યા, મોદી સરકાર સમક્ષ રામ મંદિર બનાવવાની માગ

ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય સહિત શિવસેનાના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા
શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે
સાત મહિનામાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે
સાત મહિનામાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

  • લોકસભા ચૂંટણી પહેલાં પણ રામલલાના દર્શન કરવા આવ્યાં હતા શિવસેના અધ્યક્ષ
  • ઉદ્ધવ ઠાકરેએ મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું- હવે રામ મંદિર નિર્માણમાં મોડું થાય તેવી કોઈ શક્યતા નથી

Divyabhaskar.com

Jun 16, 2019, 01:42 PM IST

અયોધ્યાઃ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાથે પાર્ટીના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા. તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે હતા. ઉદ્ધવ ઠાકરે સાત મહિનામાં બીજી વખત અયોધ્યા ગયા છે. આ દરમિયાન ઉદ્ધવે વડાપ્રધાન મોદીને જલદીથી રામ મંદિર તૈયાર કરવાની માગ કરી. ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે.
ઉદ્ધવે મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હવે રામ મંદિરમાં મોડું થાય તેવી કોઈ જ શક્યતા નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સંસદ અધિવેશન પછી સકારાત્મક પરિણામ મળશે. ઉદ્ધવે કહ્યું કે, "સોમવારથી લોકસભાનું સત્ર શરુ થઈ રહ્યું છે, જેમાં સામેલ થતાં પહેલાં શિવસેનાના તમામ સાંસદ ભગવાન રામના આશિર્વાદ લેવા આવ્યાં છે. મને આશા છે કે રામ મંદિર જલદીથી બની જશે."

'બાલાસાહેબ ઈચ્છતા હતા કે તમામ હિંદુઓ એક થાય': શિવસેના અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "બાલાસાહેબ ઈચ્છતા હતા કે તમામ હિંદુ એક થાય અને હિંદુઓની એકતા કાયમ રહે, તેથી અમે મહારાષ્ટ્રની બહારે ચૂંટણી ન લડી. હું અયોધ્યા આવતો રહીશ અને મંદિર પણ ટૂંક સમયમાં જ બનશે. અમારા માટે રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. અયોધ્યા એવી જગ્યા છે જ્યાં વારંવાર આવવાનું મન થાય છે અને ખબર નથી કે હજુ કેટલી વખત આવીશ."

નવેમ્બર 2018માં પરિવારની સાથે આવ્યાં હતા ઉદ્ધવઃ શિવસેના અધ્યક્ષ 24 નવેમ્બરે પત્ની રશ્મિ અને પુત્ર આદિત્યની સાથે બે દિવસીની યાત્રાએ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સરયૂની આરતી અને તિરપાલમાં બેઠેલા રામલલાના દર્શન કર્યા હતા. ઉદ્ધવે કહ્યું હતું કે ચૂંટણી સમયે દરેકો લોકો રામ રામ કરે છે, પછી આરામ કરે છે. તેઓએ કહ્યું હતું કે 2019માં સરકાર બને કે ન બને, પરંતુ મંદિર જરૂરથી બનવું જોઈએ. કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવે, અમે મદદ કરીશું

રામ મંદિરના નિર્માણની પ્રતિબદ્ધતાને મજબૂતી મળશેઃ શિવસેનાએ એક નિવેદનમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી આ યાત્રાથી અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી મળશે. ઠાકરેની અયોધ્યા યાત્રા પહેલાં પાર્ટી નેતા સંજય રાઉતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. યોગીએ ઠાકરે અને શિવસેનાના સાંસદોને રાજ્ય અતિથિનો દરજ્જો આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘનઃ શિવસેના નેતાઓના અયોધ્યામાં આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. એસએસપીએ કહ્યું કે અહીં આવતા જતા લોકોની તલાશી લેવામાં આવી રહી છે. પોલીસે હોટલ અને ધર્મશાળાઓ પર વિશેષ નજર રાખી છે.

રામનો આભાર માનવા આવી રહ્યાં છે ઠાકરેઃ ઉત્તરપ્રદેશ શિવસેનાના અધ્યક્ષ અનિલ સિંહે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં ઉદ્ધવ ઠાકરે અનેક ધાર્મિક સ્થાનો પર દર્શન માટે ગયા હતા. હવે ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન પછી તેઓ અયોધ્યા જઈને પૂજા-અર્ચના કરશે. તેમની અયોધ્યા યાત્રા લોકસભા ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન પછી ભગવાન રામનો આભાર માનવા માટે છે. ઠાકેરેએ ચૂંટણીમાં જીત મળ્યાં બાદ અયોધ્યા ફરી આવવાની વાત કરી હતી.

X
શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરેશિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે
સાત મહિનામાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેસાત મહિનામાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી