અયોધ્યા / શિયા વક્ફ બોર્ડે કહ્યું- મુસ્લિમ પક્ષકાર જમીન ન લેતો અમને આપો, ભગવાન રામના નામે હોસ્પિટલ બનાવીશું

શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની ફાઇલ તસવીર
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની ફાઇલ તસવીર

  • વસીમ રિઝવીએ કહ્યું સમગ્ર વિશ્વમાં ભગવાન રામના નામે કોઇ વિવાદ નથી
  • ઇસ્લામી માન્યતા મુજબ પૈગમ્બર હજરત મુહમ્મદની તુલનામાં પહેલાં જન્મેલા કોઇ પણ મહાન પૈગમ્બરનો પૂર્વજ છે

Divyabhaskar.com

Nov 26, 2019, 01:33 AM IST
લખનઉ: શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ અયોધ્યામાં શાંતિ અને સૌહાર્દ માટે વધુ એક પહેલ કરી છે. સોમવારે વસીમે કહ્યું કે જો સુન્ની મુસ્લિમ વક્ફ બોર્ડ અયોધ્યામાં 5 એકર જમીન લેવા માગતું ન હોય તો સરકારે એ જમીન શિયા વક્ફ બોર્ડને આપવી જોઇએ. બોર્ડ ત્યાં ભગવાન રામના નામે હોસ્પિટલ બનાવડાવશે. ત્યાં મંદિર-મસ્જિદ ઉપરાંત ચર્ચ પણ હશે. વસીમ રિઝવીએ કહ્યું સમગ્ર વિશ્વમાં ભગવાન રામના નામે કોઇ વિવાદ નથી. ઇસ્લામી માન્યતા મુજબ પૈગમ્બર હજરત મુહમ્મદની તુલનામાં પહેલાં જન્મેલા કોઇ પણ મહાન પૈગમ્બરનો પૂર્વજ છે. ગર્વ થવો જોઇએ કારણ કે હજારો વર્ષો પહેલાં ભગવાન રામ અહીં જન્મ્યા હતા.
સુન્ની વક્ફ બોર્ડ જમીન અંગે આજે નિર્ણય કરશે
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે 26 નવેમ્બરે લખનઉના મોલ એવન્યુની ઓફિસમાં બેઠક બોલાવી છે. જેમાં તે સુપ્રીમકોર્ટના ચુકાદા પર વિચાર કરશે. ચેરમેન જુફર ફારુકીએ જણાવ્યું કે બેઠકમાં ચુકાદાનું પાલન કરવામાં બોર્ડે શું કરવું તે નક્કી કરીશું. ઉપરાંત 5 એકર જમીન લેવી કે નહીં તે અંગે નિર્ણય પણ લેવાશે.
X
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની ફાઇલ તસવીરશિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી