બાંગ્લાદેશ / ભારતના પ્રવાસ પહેલા શેખ હસીનાને આશા- તિસ્તા જળ વિવાદનો સકારાત્મક રીતે નિવેડો લાવીશું

Sheikh Hasina hopes to bring positive statement of Teesta water dispute before India tour

  •  તિસ્તા નદી સાથે બાંગ્લાદેશની 2 કરોડ અને ભારતની 1 કરોડ આબાદીનું  જનજીવન સંકળાયેલું છે 
  •  બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 3થી 6 ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે આવશે 
  • શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓક્ટોબરે દ્વિપક્ષીય વાર્તા થશે 

Divyabhaskar.com

Sep 12, 2019, 04:52 PM IST

ઢાકાઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તિસ્તા જળ વિવાદ પર ભારત પાસેથી સકારાત્મક વલણ આશા છે. શેખ હસીના ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. હસીનાએ બુધવારે સંસદમાં કહ્યું કે, ભારત સાથે અંદાજે 22 વર્ષથી ચાલતા આવેલા તિસ્તા જળ વિવાદનો સકારાત્મક રીતે ઝડપથી નિવેડો લાવી દેવામાં આવશે.

દિલ્હીમાં 3-4 ઓક્ટોબરે ઈન્ડિયા ઈકોનોમિક સમિટ થશે

  • શેખ હસીનાએ જણાવ્યું કે, અમને આશા છે કે બન્ને દેશો વચ્ચે ચાલતા આ વિવાદનો ઝડપથી નિવેડો લાવી દેવામાં આવે. આશા રાખું છું કે મારી ભારત મુલાકાત પહેલા ભારત તરફથી તમામ વિવાદો પર ભારતનું સકારાત્મક જોવા મળશે.
  • ભારતમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા દિલ્હીમાં 3-4 ઓક્ટોબરથી બે દિવસીય ઈન્ડિયા ઈકોનોમિક સમિટ થશે. જેમાં સામેલ થવા માટે શેખ હસીના 3 થી 6 ઓક્ટોબર સુધી ભારતની મુલાકાત માટે આવશે. આ કાર્યક્રમનો મૂળ વિષય ‘ભારત માટે નવી શોધ, દક્ષિણ એશિયાનો વિકાસ અને વિશ્વને પ્રભાવિત કરવાનો ’છે.
  • બાંગ્લાદેશ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શેખ હસીના અને નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓક્ટોબરે દ્વિપક્ષીય ચર્ચા કરાશે. આ દરમિયાન હસીના મોદી સામે તિસ્તા જળ વિવાદ અંગે ચર્ચા કરશે. હસીનાએ કહ્યું કે, બન્ને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર, શક્તિ, ઉર્જા, સંચાર, પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા કરાર પર પહેલાથી હસ્તાક્ષર થઈ ચુક્યા છે.

તિસ્તા નદી ક્યાંથી પસાર થાય છે?
તિસ્તા નદી હિમાલયના પાહુનરી ગ્લેશિયરમાંથી નીકળે છે. જે સિક્કિમથી પશ્વિમ બંગાળ ખાતેથી પસાર થઈને બાંગ્લાદેશ તરફ જાય છે અને ત્યારબાદ બ્રહ્મપુત્રમાં મળી જાય છે. આ નદી કુલ 393 કિલોમીટરનો રસ્તો નક્કી કરે છે. આ નદી સાથે બાંગ્લાદેશની 2 કરોડ અને ભારતની એક કરોડની આબાદીનું જનજીવન જોડાયેલું છે.

આ વિવાદ ક્યારથી ચાલી રહ્યો છે?
1815માં નેપાળના રાજા અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે તિસ્તા નદીના પાણી અંગે કરાર થયો છે. ત્યારે રાજાએ નદીના મોટા ભાગ પરનું નિયંત્રણ અંગ્રેજોને સોંપી દીધું હતું. બાંગ્લાદેશના આઝાદ થયાના 12 વર્ષ બાદ 1983માં બન્ને(ભારત-બાંગ્લાદેશ)દેશો વચ્ચે કરાર થયો હતો. પાણીનો 36% ભાગ બાંગ્લાદેશ અને બાકીનું ભારતના ભાગમાં આવ્યું. પરંતુ છેલ્લા 18 વર્ષથી બાંગ્લાદેશ આ અંગે ફરીવિચારણા કરવાની જીદ પર અડગ છે.

શું છે સમસ્યા?
ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આ નદીમાં પાણીનું વહેણ ઓછું થઈ જાય છે. આ જ કારણે બાંગ્લાદેશમાં માછીમારો અને ખેડૂતોને ઘણા મહિનાઓ સુધી રોજગાર માટે બીજા વિકલ્પ શોધવાની ફરજ પડે છે. સાથે જ પશ્વિમ બંગાળ સરકારના જણાવ્યા પ્રમાણે, તે પોતાની હદમાંથી તિસ્તાનું વધુ પાણી બાંગ્લાદેશને ન આપી શકે.

X
Sheikh Hasina hopes to bring positive statement of Teesta water dispute before India tour
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી