તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Shefali Played The World Cup Final In 16 Years 40 Days, The Youngest Player To Achieve This Feat In Both Formats.

શેફાલીએ 16 વર્ષ 40 દિવસમાં વર્લ્ડ કપ ફાઈનલ રમી, બંને ફોર્મટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌથી યુવા ખેલાડી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેફાલી વર્માએ મહિલા-પુરુષ બંનેમાં સૌથી ઓછી ઉંમરમાં વર્લ્ડ કપ ફાઈનલ રમી
  • આ પહેલા વેસ્ટઈન્ડીઝની મહિલા ખેલાડી શકાના ક્વિનટાઈનના નામે આ રેકોર્ડ હતો
  • તેમણે 2013ની વનડે વર્લ્ડ કપની ફાઈનલ 17 વર્ષ 45 દિવસની ઉંમરમાં રમી હતી

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય મહિલા ટીમની શેફાલી વર્મા કોઈ પણ ફોર્મેટ(ટી-20 અને વનડે)માં વર્લ્ડ કપ ફાઈનલ રમનારી સૌથી યુવા(મહિલા અને પુરુષ) ખેલાડી બની છે. ઓસ્ટ્રેલિયાની સામેની મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઉતરતાની સાથે જ તેણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ફાઈનલ રમી રહેલી શેફાલીની ઉંમર 16 વર્ષ 40 દિવસ છે. અગાઉ વેસ્ટઈન્ડીઝની મહિલા ક્રિકેટર શકાના ક્વિનટાઈને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે 2013માં 17 વર્ષ 45 દિવસની ઉંમરમાં વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. 
શેફાલી ઓસ્ટ્રેલિયાની સામેની ફાઈનલમાં મોટી ઈનિંગ રમી શકી ન હતી. તે ભારતીય ઈનિંગના ત્રીજા બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ હતી. તેને મેગન શૂટે વિકેટકીપર એલિસા હિલીના હાથે કેચ આઉટ કરાવી હતી. અગાઉ આ ટી-20 વર્લ્ડ કપની 4 મેચમાં તેમણે 161 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે બે મેચમાં 47 અને 46 રનની ઈનિંગ રમી હતી. જોકે તે એક વખત પણ પાંચાસનો આંકડો પાર કરી શકયા નથી.

વર્લ્ડ કપમાં શેફલી ટી-20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની
આ પ્રદર્શનનો તેમને ટી-20 રેન્કિંગમાં ફાયદો મળ્યો અને તે આ ફોર્મેટમાં વિશ્વની નંબર-1 બેટ્સમેન બની. તેમને સૌથી ઓછી 18 મેચમાં આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. આ ભારતીય બેટ્સમેને ન્યુઝીલેન્ડની સૂજી બેટ્સને એક ક્રમાંક નીચે ખસેડી હતી. તેમની ઈનિગના પગલે ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો