કટાક્ષ / શત્રુધ્ન સિંહાએ ભાજપની મજાક ઉડાવતાં કહ્યું, 100 સુનાર કી, એક શરદ પવાર કી

Shatrughan Sinha's Take On Maharashtra Drama

Divyabhaskar.com

Nov 27, 2019, 05:43 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં થયેલા રાજકિય વિવાદને લઈ ચારે તરફથી રિએક્શન આવે છે. સૌ પહેલાં વહેલી સવારે અચાનક જ દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવારે મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રી પદના શપથ લઈને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. ત્યારબાદ અજિત પવારે મંગળવારે (26 નવેમ્બર) રાજીનામું આપીને આખી બાજી પલટી નાખી હતી. મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં આ રાજકીય કાવાદાવાની વચ્ચે જનતા શરદ પવારના વખાણ કરી રહી છે. હાલમાં જ બોલિવૂડ સ્ટાર તથા કોંગ્રેસી નેતા શત્રુધ્ન સિંહાએ ટ્વિટર પર શરદ પવાર, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ તથા પીએમ નરેન્દ્ર મોદીને લઈ એક મીમ શૅર કર્યું હતું અને તેના પર લખ્યું હતું, 100 સુનાર કી, એક શરદ પવાર કી.

એક પછી એક ટ્વીટ કરી
શત્રુધ્ન સિંહાએ ટ્વિટર પર એક પછી એક એમ ચાર ટ્વીટ કરી હતી. સૌ પહેલી ટ્વીટમાં શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું, ‘સર, ઉતાવળીયો નિર્ણય, અડધી રાત્રે ડ્રામા, વહેલી સવારે શુભેચ્છા, હજી તો લોકો પોતાની બેડ ટી પીવે તે પહેલાં સરકાર બનાવવામાં આવી, કોઈ પણ પ્રોટોકલ અને કેબિનિટ મીટિંગ વગર, જેમાં એક વ્યક્તિનું અભિમાન અને બે લોકોની આર્મી હતી.’ ત્યારબાદ શત્રુધ્ન સિંહાએ બીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘આના ભયંકર પરિણામો આપણી સામે છે. (આ લોકોની પ્રતિક્રિયા છે સર, મારી નથી.) આટલી ઉતાવળ અને ચિંતા કઈ વાતની હતી સર? જ્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે તથા તેમની ટીમ હતી, બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે.’ પછીની ટ્વીટમાં શત્રુધ્ન સિંહાએ મીમ શૅર કરીને કહ્યું હતું, ‘અહેમદ પટેલ તથા સ્પષ્ટ રીતે લકી માસ્કોટ સોનિયા ગાંધી હતાં. જેમની સાથે મહાન મરાઠા નેતા તથા આજના લોખંડી પુરુષ શરદ પવાર હતાં, જેમણે કેન્દ્રની પગ નીચેથી જમીન સરકાવી દીધી.’ શત્રુધ્ન સિંહાએ છેલ્લી ટ્વીટમાં ફરી વાર એ જ મીમ શૅર કરીને પોસ્ટ કર્યું હતું, ‘આ જ કારણથી આ ઈમેજ હાલમાં વાયરલ થઈ રહી છે અને હું તમને આ ઈમેજ મોકલાવી રહ્યો છું સર, તમારી ઈમેજ ખરાબ થઈ ગઈ છે...સત્યમેવ જયતે...’

ઉલ્લેખનીય છે કે અજિત પવાર તથા દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના-કોંગ્રેસ તથા એનસીપીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

X
Shatrughan Sinha's Take On Maharashtra Drama

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી