વ્રત-ઉપવાસ / 20 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી, આ દિવસે તલનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે

Shatila Ekadashi Til Daan Importance and Fasting Vrat Vidhi Rules

  • બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે

Divyabhaskar.com

Jan 18, 2020, 08:19 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ દર વર્ષે પોષ મહિનાના વદ પક્ષની એકાદશીએ ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. ષટતિલા નામ પ્રમાણે આ વ્રત તલ સાથે જોડાયેલું છે. તલનું મહત્ત્વ તો સર્વવ્યાપક છે અને હિંદુ ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજામં તેનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે આ વ્રત 20 જાન્યુઆરીએ રાખવામાં આવશે.

ષટતિલા એકાદશીના દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તલથી સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલથી હવન કરવું, તલથી તર્પણ કરવું, તલનું ભોજન કરવું અને તલનું દાન કરવું વગેરે સામેલ છે. માટે જ, તેને ષટતિલા એકાદશી વ્રત કહેવામાં આવે છે. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. થોડાં લોકો વૈકુંઠ રૂપમાં પણ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે.

આ દિવસે શું કરવુંઃ-

  • સવારે વહેલાં જાગીને સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ફૂલ, ધૂપ વગેરે અર્પણ કરો.
  • આ દિવસે વ્રત રાખ્યા બાદ રાતે ભગવાન વિષ્ણુની આરાધના કરો, સાથે જ રાતે જાગરણ અને હવન કરો.
  • ત્યાર બાદ બારસના દિવસે સવારે વહેલાં જાગીને સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુને ભોગ ધરાવો અને બ્રાહ્મણોને ભોજન કર્યા બાદ અનાજ ગ્રહણ કરો.
  • જે વ્યક્તિ ષટતિલા એકાદશીના દિવસે વ્રત રાખે છે, તેમના ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહે છે. સાથે જ, ભગવાન વિષ્ણુ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલોને માફ કરે છે.
X
Shatila Ekadashi Til Daan Importance and Fasting Vrat Vidhi Rules

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી