રેલવે / શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જરોને હવે રેલ નીરની 1 લિટરની જગ્યાએ 500 મિલી પાણીની બોટલ મળશે

રેલ નીરની પાણીની બોટલ.
રેલ નીરની પાણીની બોટલ.

  • શિયાળામાં પસેન્જરો પાણી પીતા નથી અને વ્યય થતો હોવાથી રેલવેનો નિર્ણય

Divyabhaskar.com

Dec 09, 2019, 07:07 AM IST

અમદાવાદ: દેશભરમાં દોડતી તમામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને હવે કેટરિંગ ચાર્જ ઘટાડ્યા વગર 1 લિટરની રેલ નીરની પાણીની બોટલના બદલે 500 મિલી લિટરની પાણીની બોટલ અપાશે. રેલવે બોર્ડમાં ટૂરિઝમ એન્ડ કેટરિંગ વિભાગના ડાયરેક્ટર ફિલીપ વર્ગીસે બહાર પાડેલા આદેશ બાદ તમામ શતાબ્દી એક્સપ્રેસમાં પેસેન્જરોને 500 મિલી લિટર પાણીની બોટલ આપવાની તબક્કાવાર શરૂઆત કરવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ઉનાળા સિવાય શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરો 1 લિટર પાણી પીતા નથી અને તેના કારણે પાણીનો વ્યય થાય છે. તેથી પાણી બચાવવાના ભાગરૂપે રેલવે બોર્ડ દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જો પેસેન્જરને વધુ પાણીની જરૂર હશે તો તેને બીજી 500 મિલી લિટર પાણીની બોટલ અપાશે પણ તેનો ચાર્ડ લેવાશે.

X
રેલ નીરની પાણીની બોટલ.રેલ નીરની પાણીની બોટલ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી