તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sharma, Who Took Advantage Of The Advertisement Due To False Circulation In The Press, Was Remanded For One More Day, Umra Police Arrested On Saturday.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:છાપાના ખોટા સર્કયુલેશનથી જાહેરાતનો લાભ લેનારા શર્મા વધુ એક દિવસના રિમાન્ડ પર, ઉમરા પોલીસે શનિવારે ધરપકડ કરી હતી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

છાપાની કોપીના ખોટા આંકડા દર્શાવીને એડવર્ટાઇઝમેન્ટના લાભ લેનારા સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ કોર્પોરેટર પી.વી.એસ.શર્માની ઉમરા પોલીસે શનિવારે ધરપકડ કરી હતી.કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. રવિવારે તેના રિમાન્ડ પુરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. હિસાબોની એન્ટ્રી બાબતે રૂબરૂ પૂછપરછ કરવાની હોવાથી પોલીસે વધુ રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી હતી.

જેથી કોર્ટએ ભૂતપૂર્વ કોર્પોરેટર પી.વી.એસ.શર્માને વધુ એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. કોર્ટમાં સરકાર પક્ષે એપીપી ભદ્રેશ દલાલે અને બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈએ દલીલો કરી હતી.પીવીએસ શર્માએ 15મી તારીખે રાત્રે નવસારીમાં સાતેમ ગામે મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિશ કરતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગત શુક્રવારે સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ પી.વી.એસ.શર્માની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો