ઇનસાઇડ સ્ટોરી / મહારાષ્ટ્રથી શરદ પવારે આ રીતે બાજી પલટી, પરિવારના દબાણ સામે અજિત પવાર માની ગયા

શરદ પવારની ફાઇલ તસવીર
શરદ પવારની ફાઇલ તસવીર

  • છગન ભુજબળ, દિલીપ વળસે પાટિલ, જયંત પાટિલે 4 કલાક સુધી અજિત સાથે ચર્ચા કરી
  • કાકી પ્રતિભાએ પણ અજિત સાથે વાત કરી
  • રાજીનામાના દબાણ વચ્ચે અજિતે રાજકારણમાંથી સંન્યાસ લેવાની વાત પણ કરી

Divyabhaskar.com

Nov 27, 2019, 01:00 AM IST
મુંબઈ: અજિત પવાર પણ રાજીનામાં માટે શનિવારથી પરિવારનું દબાણ હતું. શપથ ગ્રહણના તુરંત બાદ શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળેએ તેમને પરત ફરવાની અપીલ કરી હતી. પછી એનસીપીના મોટા નેતાઓએ અજિતને મનાવવાની કોશિશ કરી. સોમવારે છગન ભુજબળ, દિલીપ વળસે પાટિલ, જયંત પાટિલે 4 કલાક સુધી અજિત સાથે ચર્ચા કરી. મંગળવારે નરિમાન પોઈન્ટ પાસેની હોટલમાં સુપ્રિયા સૂળે પતિ સદાનંદ સૂળે સાથે અજિતને મળ્યાં. ફોન પર શરદ પવાર સાથે પણ વાત કરાવી. ત્યારબાદ કાકી પ્રતિભાએ પણ અજિત સાથે વાત કરી. સૂત્રોનો દાવો છે કે રાજીનામાના દબાણ વચ્ચે અજિતે રાજકારણમાંથી સંન્યાસ લેવાની વાત પણ કરી.
દિલ્હીથી ભૂલ શાહની કે ફડણવીસની? મહારાષ્ટ્ર રાજ્ય એકમ પર ભરોસો કરી ભાજપ પ્રમુખ ભૂલ કરી બેઠા
સુપ્રીમકોર્ટના આદેશ પછી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી, અમિત શાહ અને જે.પી. નડ્ડાએ સંસદ ભવનમાં બેઠક કરી. મુંબઈથી સંકેત મળ્યાં કે અજિત એનસીપીમાં એકલા પડી ગયા છે. ત્યારબાદ નક્કી થયું કે ફડણવીસે રાજીનામું આપી દેવું જોઈએ. આ પ્રકરણમાં ભાજપની ક્યાં ભૂલ થઈ તેના જવાબમાં પાર્ટીના એક રણનીતિકારે કહ્યું કે ફડણવીસ અને અજિત વચ્ચે થયેલી વાતચીતના આધારે શાહે સરકારની જવાબદારી મહારાષ્ટ્ર એકમ પર છોડી દીધી હતી. એ જ સૌથી મોટી ભૂલ થઈ. સૂત્રો મુજબ મોદી અને પવાર વચ્ચેની બેઠકમાં સરકાર બનાવવા અંગે સૈદ્ધાંતિક સહમતિ બની ગઈ હતી. પવારે કહ્યું હતું કે, શિવસેના કોંગ્રેસ સાથે વાત નહીં બને તો તેઓ ભાજપ સાથે આવવા વિચાર કરશે. પરંતુ ચૂપચાપ શપથ ગ્રહણ પછી પવારે તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો.
સરપ્રાઈઝથી સરેન્ડર સુધી
  • સવાર-સવારનો આંચકો: 22 નવેમ્બરની રાત્રે ફડણવીસ રાજ્યપાલને મળ્યા. રાષ્ટ્રપતિ શાસન હટ્યું. 23 નવેમ્બરની સવારે સરકાર બની ગઈ.
  • રવિવારે કોર્ટ ખૂલી: 24 નવેમ્બરે રવિવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ. બંને પક્ષોને સાંભળી સુપ્રીમકોર્ટે સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી.
  • પવારનો પાવર પ્લે: અજિત સાથે ગયેલા તમામ ધારાસભ્યો શરદ પવાર પાસે પાછા ફર્યા. અજિત માટે તમામ માર્ગ બંધ થઈ ગયા.
  • વિપક્ષનો પરેડ શો: સોમવારે સાંજે મુંબઈની હોટલમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેનાએ ગૃહ બનાવી દીધું. 162 ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું.
  • અંતિમ આંચકો સુપ્રીમકોર્ટનો: મંગળવારે સવારે જ્યારે સુપ્રીમકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 20 કલાકમાં બહુમતી સાબિત કરવી પડશે. તેથી ફડણવીસ પાસે ખુરશી છોડ્યા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેમણે એ જ કર્યું.
X
શરદ પવારની ફાઇલ તસવીરશરદ પવારની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી