માન્યતા / તુલસી સાથે શાલિગ્રામ રાખવો જોઇએ, આ કાળા પત્થર ઉપર શુભ ચિહ્ન બનેલાં હોય છે

Shaligram should be kept with basil, this black stone has auspicious marks on it.

  • 8 નવેમ્બરે દેવઉઠી એકાદશી, આ દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે

Divyabhaskar.com

Nov 06, 2019, 12:41 PM IST

ધર્મ ડેસ્કઃ શુક્રવાર, 8 નવેમ્બરે દેવ પ્રબોધની એકાદશી છે. આ તિથિએ તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. શાલિગ્રામ એક વિશેષ પ્રકારનો પત્થર છે. તેનો રંગ કાળો હોય છે. આ પત્થર નેપાળની ગંડકી નદીના કિનારે મળી આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે જો શાલિગ્રામ ઘરમાં રાખવામાં આવે તો તેની પ્રાણ-પ્રતિષ્ઠાની જરૂરિયાત રહેતી નથી. આ પત્થરોને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.

  • શાલિગ્રામ વિવિધ સ્વરૂપોમાં મળે છે. થોડાં અંડાકાર હોય છે તો થોડાં પત્થરોમાં કાણા હોય છે. આ પત્થરોની અંદર શંખ, ચક્ર, ગદા અથવા કમળ જેવા શુભ ચિહ્નો બનેલાં હોય છે.
  • શાલિગ્રામની પૂજા તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી. વિષ્ણુજી અને તેમના અવતારોમાં પણ તુલસીનું વિશેષ મહત્ત્વ છે. શાલિગ્રામને તુલસી પાસે પણ રાખવામાં આવી શકે છે. રોજ સવારે તુલસી સાથે શાલિગ્રામને પણ જળ અર્પણ કરવું જોઇએ. સૂર્યાસ્ત બાદ તેની પાસે દીવો પ્રગટાવવો જોઇએ.
  • દેવઉઠી એકાદશીએ તુલસી અને શાલિગ્રામ વિવાહ કરાવવાથી કન્યાદાન સમાન જ પુણ્ય મળે છે.
  • દેવઉઠી એકાદશીએ પૂજા કરતી વખતે શાલિગ્રામને સ્નાન કરાવવું જોઇએ. ચંદન લગાવીને તુલસી દળ અર્પણ કરવાં જોઇએ.
  • પ્રાચીન માન્યતા પ્રમાણે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય, તે તીર્થ સમાન માનવામાં આવે છે.
  • જે ઘરમાં શાલિગ્રામનું રોજ પૂજન થાય છે, ત્યાં વાસ્તુ દોષ અને અન્ય બાધાઓ સમાપ્ત થઇ જાય છે.

તુલસી વિવાહઃ-
દેવઉઠી એકાદશીએ તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસીજીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. જે વ્યક્તિને કન્યાનું સુખ પ્રાપ્ત થયું ના હોય અને તે વ્યક્તિ કન્યાદાનનું સુખ પ્રાપ્ત કરવા માંગતાં હોય, તેમણે તુલસી વિવાહમાં કન્યાદાન કરીને તે સુખ પ્રાપ્ત કરી શકે છે. જેમનાં દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તેઓ સુખી દાંપત્ય જીવન માટે તુલસી વિવાહ કરે છે. તુલસી પૂજા કરાવવાથી ઘરમાં સંપન્નતા આવે છે અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

X
Shaligram should be kept with basil, this black stone has auspicious marks on it.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી