ટ્રેલર / શાહરુખ ખાનનો અમેરિકન હોસ્ટ ડેવિડ લેટરમેન સાથેનો સ્પેશિયલ એપિસોડ નેટફ્લિક્સ પર 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે

Shahrukh Khan's special episode with American host David Letterman will be streamed on Netflix on October 25

Divyabhaskar.com

Oct 09, 2019, 04:37 PM IST

મુંબઈઃ નેટફ્લિક્સ પર ‘માય નેકસ્ટ ગેસ્ટ વિથ ડેવિડ લેટરમેન એન્ડ શાહરુખ ખાન’નો સ્પેશિયલ એપોસિડ 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે. આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ શોમાં શાહરુખ ખાન પોતાની અત્યાર સુધીની જર્ની અંગે વાત કરશે. ટ્રેલરમાં શાહરુખ ખાન જ્યારે સ્ટેજ પર આવે છે, ત્યારે ચાહકો તાળીઓથી તેનું સ્વાગત કરે છે અને સતત તાળીઓ પાડતા હોય છે. શાહરુખ ખાન પોતાના ચાહકોને શાંત રહેવાનો ઈશારો પણ કરે છે. ડેવિડ કહે છે કે અત્યાર સુધી જેટલા પણ મહેમાનો આવ્યાં તેમાં કોઈ મહેમાનનું સ્વાગત આ રીતે થયું નથી.

ટ્રેલરના અન્ય એક સીનમાં શાહરુખ ખાન પોતાના ઘરે હોસ્ટ ડેવિડ માટે ઈટાલિયન ફૂડ બનાવવાનું નક્કી કરે છે અને તે શાકભાજી સમારતો જોવા મળે છે. આ સમય દરમિયાન ડેવિડ એવો દેખાવ કરે છે કે સમારતી વખતે તેની આંગળી કપાઈ ગઈ. આ જોઈને શાહરુખ ખાન હસવા લાગે છે અને કહે છે કે સ્ક્રિપ્ટ સારી હતી પરંતુ પર્ફોમન્સ સારું નહોતું. હોસ્ટ સાથેની વાતચીતમાં શાહરુખ કહે છે કે તેણે વર્ષો સુધી ડેવિડ લેટરમેનના ‘લેટ નાઈટ ટોક શો’ જોયા છે અને તે ડેવિડની ઈન્ટરવ્યૂ કરવાની સ્ટાઈલનો જબરજસ્ત ફૅન છે. તેને સન્માનની લાગણી થઈ કે તે ડેવિડને પોતાની જર્ની અંગે વાત કરી રહ્યો છે.

મે મહિનામાં શાહરુખ ન્યૂ યોર્ક ગયો હતો
આ સ્પેશિયલ શો માટે શાહરુખ ખાન મે મહિનામાં ન્યૂ યોર્ક ગયો હતો. ત્યારબાદ ઈદ પર ડેવિડ લેટરમેન ભારત આવ્યા હતાં. શાહરુખ પોતાના બંગલા મન્નતની બાલકનીમાં જ્યારે દીકરા અબરામ સાથે ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતો હતો ત્યારે ડેવિડ લેટરમેન પણ ત્યાં હાજર હતાં. ચાહકોમાં શાહરુખ ખાનની દિવાનગી જોઈને તેમને પણ નવાઈ લાગી હતી. ઉલ્લેખનીય છે કે ડેવિડ લેટરમેને 1982માં 'લેટ નાઈટ વિથ ડેવિડ લેટરમેન' તથા 'લેટ શો વિથ ડેવિડ લેટરમેન' થી શરૂઆત કરી હતી. ડેવિડે 'સ્ટીફન કોલબર્ટ', 'જિમી ફોલન', 'જિમી કિમેલ', 'ન ઓલિવર' જેવા લોકપ્રિય શો હોસ્ટ કર્યાં છે.

X
Shahrukh Khan's special episode with American host David Letterman will be streamed on Netflix on October 25

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી