એક્ટિંગ ડેબ્યૂ / શાહરુખ ખાનની દીકરી સુહાનાની પહેલી શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ રિલીઝ

Shahrukh Khan's daughter Suhana's debut short film The Grey Part of Blue released

Divyabhaskar.com

Nov 18, 2019, 03:26 PM IST

મુંબઈઃ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડ ડેબ્યૂ કરે તેની ચર્ચા થઈ રહી છે. સુહાના ખાનની પહેલી શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ રિલીઝ થઈ ગઈ છે. આ શોર્ટ ફિલ્મમાં સુહાનાએ પોતાની એક્ટિંગ સ્કિલ્સનો પરિચય આપ્યો છે.

10 મિનિટની શોર્ટ ફિલ્મ
સુહાના ખાનની આ શોર્ટ ફિલ્મ 10 મિનિટ છે. સુહાનાએ એક્ટિંગની સાથે સાથે બોલવાના અંદાજ પર પણ કામ કર્યું છે. શોર્ટ ફિલ્મ એક યંગ કપલની આસપાસ ફરે છે, તેઓ પહેલી જ વાર યુવતીના પેરેન્ટ્સને મળવા જાય છે અને તેમને સંબંધોની વાસ્તવિકતાનો સામનો થાય છે.

ડિરેક્ટરે શું કહ્યું?
ડિરેક્રટ થિયોડર ગિમેનોએ શોર્ટ ફિલ્મની લિંક શૅર કરીને કહ્યું હતું, હું છેલ્લાં એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરતો હતો અને અંતે તમારી સામે આને રજૂ કરીને ઘણો જ ઉત્સાહી છું. હું નસીબદાર છું કે મેં આટલા સારા લોકોની સાથે કામ કર્યું. કાસ્ટ, ક્રૂ તથા મિત્રોએ મને આ આઈડિયાને પૂરો કરવામાં ઘણી જ મદદ કરી છે. આશા છે કે તમને આ પસંદ આવશે. આ શોર્ટ ફિલ્મમાં સુહાનાની સાથે રોબિન ગોનેલા લીડ રોલમાં છે.

સુહાના હાલ ન્યૂ યોર્કમાં
સુહાના ખાન હાલમાં ન્યૂ યોર્કમાં ફિલ્મ એકેડમીમાં એક્ટિંગના ક્લાસિસ કરે છે. હાલમાં જ સુહાનાની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી હતી. નોંધનીય છે કે શાહરુખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની દીકરી સુહાનાને એક્ટ્રેસ બનવું છે અને તે પૂરતો સપોર્ટ કરશે.

X
Shahrukh Khan's daughter Suhana's debut short film The Grey Part of Blue released

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી