મદદ / બિગ બીની દિવાળી પાર્ટીમાં શાહરુખ ખાને ઐશ્વર્યા રાયની મેનેજરને આગમાંથી બચાવી

Shah Rukh Khan rescues Aishwarya Rai's manager at Big B's Diwali party

Divyabhaskar.com

Oct 30, 2019, 11:59 AM IST

મુંબઈઃ શાહરુખ ખાન રિયલ લાઈફમાં ઐશ્વર્યા રાયની મેનેજર માટે હિરો સાબિત થયો હતો. દિવાળીની (27 ઓક્ટોબર) રાત્રે અમિતાભ બચ્ચનના જલસા બંગલામાં પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં એશની મેનેજર અર્ચના સદાનંદનો લહેંગામાં આગ લાગી હતી અને શાહરુખ ખાન મદદે આવ્યો હતો.

હાલમાં મેનેજરને હોસ્પિટલમાં દાખલ
સદાનંદ છેલ્લાં ઘણાં વર્ષોથી ઐશ્વર્યા રાયની મેનેજર તરીકે કામ કરે છે. હાલમાં તે નાણાવટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે. ડોક્ટર્સના મતે, અર્ચનાના જમણાં પગ તથા બંને હાથ દાઝી ગયા છે. મંગળવારના (29 ઓક્ટોબર) રોજ અર્ચના આઈસીયુમાં પોતાના જ વોર્ડમાં થોડું ચાલી હતી પરંતુ હજી પણ થોડાં દિવસ તેને આઈસીયુમાં જ રાખવામાં આવશે.

રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો
સૂત્રોના મતે, રાતના ત્રણ વાગે આ બનાવ બન્યો હતો, આ સમયે પાર્ટીમાં બહુ જ ઓછા મહેમાનો હતો. અર્ચના દીકરી સાથે ગાર્ડનમાં હતી અને અચાનક જ તેનો લહેંગો આગમાં સપડાઈ ગયો હતો. આસપાસ ઉભેલા તમામ વ્યક્તિઓને તરત ખ્યાલ જ ના આવ્યો કે શું કરવું. આ સમયે શાહરુખ ખાન દોડીને આવ્યો હતો અને તેણે પોતાના જેકેટથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આગની જ્વાળાઓને કારણે શાહરુખ પણ દાઝી ગયો હતો.

પાર્ટીમાં અનેક મહેમાનો આવ્યા હતાં
અમિતાભ બચ્ચને બે વર્ષ બાદ પોતાના ઘરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરુખ-ગૌરી, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, રીષિ કપૂર-નીતુ સિંહ, પરિણીતી ચોપરા-સાનિયા મિર્ઝા, અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતાં.

X
Shah Rukh Khan rescues Aishwarya Rai's manager at Big B's Diwali party
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી