ચર્ચા / કોરિયન ફિલ્મ ‘મિસ એન્ડ મિસિસ કોપ્સ’ની હિંદી રીમેકમાં શાહરુખ-આનંદ એલ રાય તથા કેટરીના ફરીવાર સાથે કામ કરશે

Shah Rukh Khan & Aanand L Rai’s production starring Katrina Kaif a remake of Korean movie Miss and Mrs Cops

Divyabhaskar.com

Nov 24, 2019, 11:36 AM IST

મુંબઈઃ શાહરુખ ખાન, આનંદ એલ રાય તથા કેટરીના કૈફ ફરી એકવાર સાથે કામ કરે તેવી શક્યતા છે. ચર્ચા છે કે શાહરુખની રેડ ચીલિઝ કંપની તથા આનંદ એલ રાયની કલર યલો પ્રોડક્શન સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં કેટરીના લીડ રોલમાં જોવા મળશે. એક્ટ્રેસે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. હવે, એમ કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ કોરિયન ફિલ્મની રીમેક છે.

વિદ્યા બાલન પણ કામ કરે તેવી શક્યતા
સૂત્રોના મતે, કેટરીના કૈફ છેલ્લે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળી હતી. શાહરુખ-આનંદ એલ રાય કોરિયન ફિલ્મ ‘મિસ એન્ડ મિસિસ કોપ્સ’ની હિંદી રીમેક બનાવી રહ્યાં છે. આ ફિલ્મને અનિરુદ્ધ ગણપતિ ડિરેક્ટ કરશે. અનિરુદ્ધ ડિરેક્ટર-પ્રોડ્યૂસર આનંદ એલ રાય સાથે લાંબા સમયથી કામ કરી રહ્યાં છે. જોકે, આ ફિલ્મમાં શાહરુખ માત્ર પ્રોડ્યૂસર જ છે. તે સ્ક્રીન પર જોવા મળશે નહીં. ફિલ્મમાં બે ફિમેલ લીડ જોવા મળશે. કેટરીના ફાઈનલ હોવાનું ચર્ચાય છે. સેકન્ડ લીડ એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલનનું નામ ચર્ચાય છે. જોકે, હજી સુધી પ્રોડ્યૂસર્સ તથા એક્ટ્રેસિસે આ વાતની પુષ્ટિ કરી નથી.

‘મિસ એન્ડ મિસિસ કોપ્સ’ની સ્ટોરી શું છે?
આ ફિલ્મની વાર્તા એવી છે કે મી-યંગ કરીને મહિલા પોલીસ અધિકારી બાળકને જન્મ આપ્યા બાદ ડેસ્ક જોબ આપવામાં આવે છે. મી-યંગની નણંદ જી-હાય એ જ પોલીસ સ્ટેશનમાં જાસૂસ તરીકે આવે છે. જોકે, બંને વચ્ચે બિલકુલ સારા સંબંધો હોતા નથી. બંનેને એક ક્રિમિનલ કેસ સોંપવામાં આવે છે અને બંને કેવી રીતે આનો ઉકેલ લાવે છે, તે જોવું ઘણું જ રસપ્રદ છે.

X
Shah Rukh Khan & Aanand L Rai’s production starring Katrina Kaif a remake of Korean movie Miss and Mrs Cops
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી