ડિસ્ચાર્જ / શબાના આઝમીને હોસ્પિટલમાંથી રજા અપાઈ, વિક્રાંત મેસીએ કહ્યું- તમને પરત જોઈને આનંદ થયો

Shabana Azmi was discharged from hospital, Vikrant Massey said So happy to see you back

Divyabhaskar.com

Feb 01, 2020, 03:42 PM IST

મુંબઈઃ શબાના આઝમીનો 18 જાન્યુઆરીના રોજ પુના-મુંબઈ હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. શબાના આઝમીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેમણે ટ્વિટર પર ડોક્ટર્સ તથા નર્સનો આભાર માન્યો હતો.

શબાનાએ તમામનો આભાર માન્યો
શબાના આઝમીએ પોતાની તસવીર શૅર કરીને ટ્વિટર પર કહ્યું હતું, મારા માટે પ્રાર્થના કરનાર તમામનો આભાર. હું ઘરે આવી ગઈ છું. ટીના અંબાણી તથા કોકિલાબેન અંબાણી હોસ્પિટલ, ડોક્ટર્સની ટીમ તથા નર્સિંગ સ્ટાફનો આભાર.

ચાહકો ખુશ થયા
શબાનાની ટ્વીટ બાદ ચાહકો તથા સેલેબ્સ ખુશ થયા હતાં. ‘છપાક’ ફૅમ વિક્રાંત મેસીએ કહ્યું હતું કે તમને પરત જોઈને ઘણો જ આનંદ થયો. રેખા ભારદ્વાજે કહ્યું હતું કે શબાનાજી, આજના બેસ્ટ ન્યૂઝ. સાકિબ સલીમે કહ્યું હતું કે તમને પ્રેમ.

શું બન્યું હતું?

મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર ખાલાપુર પાસે, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુના એક્સપ્રેસ-વે પર શબાના આઝમીની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કરના ઝટકાથી શબાનાનો ચહેરો આગલી સીટ સાથે ટકરાયો હતો, જેને કારણે તેમના નાકમાંથી લોહી વહી રહ્યું હતું, તેમની આંખો અને ચહેરો ખૂબ સોજો આવી ગયો હતો. ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેર્યો હતો અને તેની એર બૅગ પણ ખુલી ગઈ હતી જેના કારણે તેનો જીવ બચી ગયો. પાછળ અલગ કારમાં આવતા જાવેદ અખ્તરે બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તરનો 17 જાન્યુઆરીએ 75મો જન્મદિવસ હતો. શબાના આઝમીએ બે દિવસ પાર્ટી આપી હતી. 16 જાન્યુઆરીએ રેટ્રો થીમ પર પાર્ટી થઈ હતી. જ્યારે બીજી પાર્ટી 17 જાન્યુઆરીએ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં આપવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં હતાં. પાર્ટી બાદ શબાના તથા જાવેદ મુંબઈથી ખંડાલા વીકેન્ડ મનાવવા જતા હતાં.

મોદી-લતાદીએ ટ્વીટ કર્યા હતાં
દુર્ઘટનાની ખબર સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોદી સાંજે ટ્વીટ કરીને કહ્યું હતું, શબાનાજીની દુર્ઘટનાની ખબર વ્યથિત કરનારી છે. તેમના સ્વાસ્થ્ય માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો લતા મંગેશકરે લખ્યું હતું, શબાનાજીના કાર દુર્ઘટનામાં ઘાયલ થવાના સમાચારથી ગભરાઈ ગઈ છું. તેઓ વહેલી તકે સાજા થાય તેવી કામના કરું છું.

શબાના આઝમીના ડ્રાઈવરની ભૂલઃ ટ્રક ડ્રાઈવર
શબાનાના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી હતી. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો હતો.

X
Shabana Azmi was discharged from hospital, Vikrant Massey said So happy to see you back

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી