હેલ્થ અપડેટ / શબાના આઝમી હજી પણ આઈસીયુમાં, તમામ રિપોર્ટ્સ નોર્મલ

Shabana Azmi still in the ICU, all reports are normal

Divyabhaskar.com

Jan 21, 2020, 06:49 PM IST

મુંબઈઃ શબાના આઝમીનો 18 જાન્યુઆરીના રોજ ગંભીર અકસ્માત થયો હતો અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓ હજી પણ આઈસીયુમાં છે. જોકે, તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે. શબાના આઝમીના પતિ તથા ગીતકાર જાવેદ અખ્તરે હાલમાં જ એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શબાનાની પરિસ્થિતિ ધીમે ધીમે સારી થઈ રહી છે.

તમામ રિપોર્ટ્સ નોર્મલ
જાવેદ અખ્તરે કહ્યું હતું કે હવે ચિંતાનું કોઈ કારણ નથી. શબાના હજી પણ હોસ્પિટલમાં છે અને તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. કોઈ જોખમ નથી. હજી 48 કલાક આઈસીયુમાં રાખવામાં આવશે. સૂત્રોના મતે, શબાના આઝમીને ઠીક થતા એક મહિના જેટલો સમય લાગી શકે છે. નોંધનીય છે કે આ પહેલાં હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક અને સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે અભિનેત્રી શબાના આઝમીની હાલત સ્થિર છે અને સ્વાસ્થ્ય પર સતત નજર રખાઈ રહી છે.

ખંડાલા જતા સમયે અકસ્માત થયો
શનિવારે (18 જાન્યુઆરી) બપોરે 3.30 વાગ્યાની આસપાસ મુંબઈ-પુના એક્સપ્રેસ હાઈવે પર શબાના આઝમીની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે શબાનાનો ચહેરો ડ્રાઈવર સીટ સાથે અથડાયો હતો અને તેને કારણે તેમની આંખો તથા ચહેરા પર સોજો આવી ગયો હતો. અકસ્માત થતા તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જોકે, બ્રેનમાંથી બ્લીડિંગ બંધ થતું ના હોવાને કારણે બે કલાક બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે જાવેદ અખ્તરનો 17 જાન્યુઆરીએ 75મો જન્મદિવસ હતો. શબાના આઝમીએ બે દિવસ પાર્ટી આપી હતી. 16 જાન્યુઆરીએ રેટ્રો થીમ પર પાર્ટી થઈ હતી. જ્યારે બીજી પાર્ટી 17 જાન્યુઆરીએ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં આપવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં હતાં. પાર્ટી બાદ શબાના તથા જાવેદ મુંબઈથી ખંડાલા વીકેન્ડ મનાવવા જતા હતાં.

શબાનાના ડ્રાઈવર વિરુદ્ધ FIR
શબાનાના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી છે. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો.

બોલિવૂડ સેલેબ્સે હોસ્પિટલ આવ્યા હતાં
શબાનાની ખબર કાઢવા માટે બોલિવૂડ સેલેબ્સ કોકિલાબેન હોસ્પિટલ આવ્યા હતાં, જેમાં અનિલ-ટીના અંબાણી, ફરાહ ખાન, અનિલ કપૂર-સુનિતા, સતિષ કૌશિક, સલમા આગા, તબુ હતાં. ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર પણ હોસ્પિટલ આવી હતી. ફરહાન અખ્તરની પૂર્વ પત્ની અધૂના, જાવેદ અખ્તરની પૂર્વ પત્ની હની ઈરાની પણ આવ્યા હતાં.

X
Shabana Azmi still in the ICU, all reports are normal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી