અકસ્માત / શબાના આઝમી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, અનિલ-ટીના અંબાણી તથા સ્ટાર્સ ખબર કાઢવા આવ્યા

Shabana Azmi admitted at Kokilaben Hospital, Anil-Tina ambani and Stars arrived
ડાબે, જાવેદ અખ્તર, ફરહાન અખ્તર
ડાબે, જાવેદ અખ્તર, ફરહાન અખ્તર
ટીના અંબાણી
ટીના અંબાણી
તબુ, અનિલ અંબામી
તબુ, અનિલ અંબામી
અનિલ કપૂર પત્ની સુનીતા સાથે
અનિલ કપૂર પત્ની સુનીતા સાથે
સલમા આગા દીકરી સાશા સાથે
સલમા આગા દીકરી સાશા સાથે
ડાબે, ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર, ઝોયા અખ્તર
ડાબે, ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર, ઝોયા અખ્તર
જાવેદ અખ્તર, સુલભા આર્ય
જાવેદ અખ્તર, સુલભા આર્ય
સતિશ કૌશિક, સુનિતા (અનિલ કપૂરની પત્ની)
સતિશ કૌશિક, સુનિતા (અનિલ કપૂરની પત્ની)

Divyabhaskar.com

Jan 19, 2020, 11:48 AM IST

મુંબઈઃ શનિવારે (18 જાન્યુઆરી) બપોરે 3.30 વાગ્યાની આસપાસ મુંબઈ-પુના એક્સપ્રેસ હાઈવે પર શબાના આઝમીની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે શબાનાનો ચહેરો ડ્રાઈવર સીટ સાથે અથડાયો હતો અને તેને કારણે તેમની આંખો તથા ચહેરા પર સોજો આવી ગયો હતો. અકસ્માત થતા તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જોકે, બ્રેનમાંથી બ્લીડિંગ બંધ થતું ના હોવાને કારણે બે કલાક બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. અહીંયા બોલિવૂડની ઘણી હસ્તીઓ તેમની ખબર કાઢવા આવી હતી. હોસ્પિટલના માલિક અનિલ અંબાણી તથા ટીના અંબાણી પણ આવ્યા હતાં.

ક્યાં ઘટી દુર્ઘટના

  • મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર ખાલાપુર પાસે, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુના એક્સપ્રેસ-વે પર
  • એ સમયે સંતુલનના અભાવે શબાનાની ગાડીનો ડાબો ભાગ ટ્રકની જમણી અને પાછલી બાજુએ અથડાયો હતો

સમય

  • સાંજે લગભગ સાડા ત્રણ વાગે
  • ટક્કરના ઝટકાથી શબાનાનો ચહેરો આગલી સીટ સાથે ટકરાયો. તેમના નાકમાંથી લોહી વહી રહ્યું હતું, તેમની આંખો અને ચહેરો ખૂબ સોજી ગયો હતો. ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેર્યો હતો અને તેની એર બૅગ પણ ખુલી ગઈ હતી જેના કારણે તેનો જીવ બચી ગયો.
  • પાછળ ચાલી રહેલી કારમાં ત્યાં પહોંચેલા જાવેદ અખ્તરે બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા.

તણાવમાં પરિવારજન
શબાનાને મળવા માટે ફરહાન અખ્તર અને ઝોયા સાથે ફરહાનની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર પણ પહોંચી. દરેકના ચહેરા પર તણાવ અને દુઃખ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. તેમની પાછળ અનિલ કપૂર, સતીશ કૌશિક, સલમા આગા, તબુ પણ ચિંતિત દેખાયા. હોસ્પિટલના કાર્યકારી નિદેશક અને સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું અભિનેત્રી શબાના આઝમીની હાલત સ્થિર છે અને સ્વાસ્થ્ય પર સતત નજર રખાઈ રહી છે.

મોદી-લતાદી એ ટ્વીટ કર્યા
દુર્ઘટનાની ખબર સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોદી સાંજે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું હતું, શબાનાજીની દુર્ઘટનાની ખબર વ્યથિત કરનારી છે. તેમના સ્વાસ્થ્ય માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ત્યારે લતા મંગેશકરે લખ્યું હતું, શબાનાજીના કાર દુર્ઘટનામાં ઘાયલ થવાના સમાચારથી ગભરાઈ ગઈ છું. તેઓ વહેલી તકે સાજા થાય તેવી કામના કરું છું.
આ પહેલા ઘણાં સેલેબ્સ થયા છે દુર્ઘટનાનો શિકાર

2015માં હેમા માલિની એક કાર એક્સિડન્ટનો શિકાર થઇ હતી. ‘દંગલ’ એક્ટ્રેસ ઝાયરા વસીમનો જૂન 2017માં કાર એક્સિડન્ટ થઇ ગયો હતો. કૉમેડિયન અને એક્ટર જસપાલ ભટ્ટીનું 2012 ઓક્ટોબરમાં જલંધરના શાહકોટમાં રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. ‘મહાકાલી’માં ઇન્દ્ર દેવનો રોલ પ્લે કરનારા ગગન કાંગનું નિધન 19 ઓગસ્ટ, 2018ના રોજ કાર એક્સિડન્ટમાં થયું હતું.

જાવેદ-શબાના ખંડાલા જતા હતાં
જાવેદ અખ્તરનો 17 જાન્યુઆરીએ 75મો જન્મદિવસ હતો. શબાના આઝમીએ બે દિવસ પાર્ટી આપી હતી. 16 જાન્યુઆરીએ રેટ્રો થીમ પર પાર્ટી થઈ હતી. જ્યારે બીજી પાર્ટી 17 જાન્યુઆરીએ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં આપવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં હતાં. પાર્ટી બાદ શબાના તથા જાવેદ મુંબઈથી ખંડાલા વીકેન્ડ મનાવવા જતા હતાં.

X
Shabana Azmi admitted at Kokilaben Hospital, Anil-Tina ambani and Stars arrived
ડાબે, જાવેદ અખ્તર, ફરહાન અખ્તરડાબે, જાવેદ અખ્તર, ફરહાન અખ્તર
ટીના અંબાણીટીના અંબાણી
તબુ, અનિલ અંબામીતબુ, અનિલ અંબામી
અનિલ કપૂર પત્ની સુનીતા સાથેઅનિલ કપૂર પત્ની સુનીતા સાથે
સલમા આગા દીકરી સાશા સાથેસલમા આગા દીકરી સાશા સાથે
ડાબે, ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર, ઝોયા અખ્તરડાબે, ફરહાનની પ્રેમિકા શિબાની દાંડેકર, ઝોયા અખ્તર
જાવેદ અખ્તર, સુલભા આર્યજાવેદ અખ્તર, સુલભા આર્ય
સતિશ કૌશિક, સુનિતા (અનિલ કપૂરની પત્ની)સતિશ કૌશિક, સુનિતા (અનિલ કપૂરની પત્ની)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી