• Home
  • Lifestyle
  • Health
  • Seventy five percent of 18 to 22 year olds are experiencing loneliness; six out of every 10 people in the United States suffer from isolation.

રિપોર્ટ / 18થી 22 વર્ષના 50 ટકા યુવાનો એકલતાનો અનુભવ કરી રહ્યા છે, અમેરિકામાં દર 10માંથી 6 લોકો એકલતાનો શિકાર

Seventy-five percent of 18- to 22-year-olds are experiencing loneliness; six out of every 10 people in the United States suffer from isolation.

  • તમામ સંસાધનો છતાં એકલતાનો અનુભવતા લોકોમાં એક વર્ષમાં 13 ટકાનો વધારો નોંધાયો
  • તેમાં સોશિયલ મીડિયા યુઝર્સ અને નોકરીમાં માત્ર 6 મહિના વીતાવનારા યુવાનો એકલતા અનુભવે છે
  • જે યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે તેઓ પણ એકલતાથી પીડાય છે

Divyabhaskar.com

Jan 26, 2020, 12:04 PM IST

હેલ્થ ડેસ્ક. અમેરિકાની વસતી અંદાજે 33 કરોડ છે, તેમ છતાં ત્યાં 61 ટકા એટલે કે દર 10માંથી 6 લોકો એકલતાથી પીડાઇ રહ્યા છે. નિરાશાજનક વાત એ છે કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તો આવા લોકાની સંખ્યા 13 ટકા વધી ગઇ છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે, જે યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે તેઓ પણ એકલતાથી પીડાય છે. જેમની ઉંમર 30 કરતા પણ ઓછી છે અને એવા યુવાનો પણ છે જેમણે નોકરી કરતા માત્ર 6 મહિના જ થયા છે. આ ખુલાસો અમેરિકી ઇન્શ્યોરન્સ એજન્સી સિગ્નાના શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સિગ્નાએ 2018થી આ રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ બીજો રિપોર્ટ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકામાં એકલતા મહામારી બની રહી છે.

18-22 વર્ષના યુવાઓ વધુ એકલતાનો શિકાર: સામાન્ય રીતે માનવામાં આવે છે કે વૃદ્ધોને એકલતા વધુ સતાવે છે, પરંતુ સર્વેનું પરિણામ તેનાથી વિપરીત અને ચિંતાજનક છે. સર્વેમાં જણાવ્યા મુજબ 18થી 22 વર્ષના 50 ટકા યુવાનોના જણાવ્યા પ્રમાણે, તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમાં પણ એમની સંખ્યા વધુ છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. જ્યારે 58 ટકા મહિલાઓ અને 64 ટકા પુરુષોના જણાવ્યા પ્રમાણે, તમામ સુવિધાઓ છતાં તેઓ એકલતા અનુભવી રહ્યા છે.

જો આ લક્ષણ હોય તો તમે એકલતાનો શિકાર બની શકો છો-

  • લોકો સુધી તમારી વાત પહોંચાડી નથી શકતા.
  • લોકો સાથે નજીકથી જોડાવામાં મુશ્કેલી.
  • ઘણા ઓળખીતા છતાં નજીકનો મિત્ર નથી.
  • એવું લાગે છે કે લોકો તમને સમજતા નથી.
  • લોકોની હાજરી હોવા છતાં એકલા રહેવાનું પસંદ કરો છો.
  • પોતાના અંગે નકારાત્મક ભાવના આવે છે.
  • સામાજિક ગતિવિધિઓ સાથે જોડાવાના પ્રયત્ન વખતે થાક અને કંટાળો આવતો હોય.
X
Seventy-five percent of 18- to 22-year-olds are experiencing loneliness; six out of every 10 people in the United States suffer from isolation.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી