શેરબજાર / સેન્સેક્સ 503 અંક ઘટ્યો, નિફ્ટી 11440 પર બંધ; ટ્રેડ વોર, USમાં રાજકીય અનિશ્ચિતતાઓની માર્કેટ પર અસર

Sensex dropped 500 points, Nifty dropped 150 points to 11,450

  • એસબીઆઈના શેરમાં 4% ઘટાડો, ટાટા મોટર્સમાં 3.5% નુકસાન
  • પાવર ગ્રીડના શેરમાં 4% વધારો, ટીસીએસમાં 1% તેજી

Divyabhaskar.com

Sep 25, 2019, 05:14 PM IST

મુંબઈઃ શેરબજારમાં આજે વેચવાલી હાવી થઈ ગઈ હતી. બુધવારે સેન્સેક્સ 503 અંક ઘટી 38,593 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 148 અંક ઘટી 11,440 પર બંધ થયો હતો.

ટ્રેડ વોર, અમેરિકામાં રાજકીય અનિશ્ચિતતાઓની શેરબજાર પર અસર

કારોબારીઓના જણાવ્યા પ્રમાણે નબળા વિદેશી સંકેતોના કારણે ભારતીય બજારમાં વેચવાલી વધી. અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને અમેરિકામાં રાજકીય અનિશ્ચિતતાઓના કારણે અમેરિકા અને એશિયાઈ બજારોમાં ઘટાડો આવ્યો છે. ભારતીય બજારોમાં પર પણ તેની અસર થઈ છે.

અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ચીનની વેપાર અનૈતિકતાનો સમય હવે ખત્મ થઈ ચૂક્યો છે. બીજી તરફ અમેરિકી સંસદે નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નૈંસી પેલોસીએ મંગળવારે ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે દેશની સાથે છેતરપિંડી કરી છે. પેલોસીએ કહ્યું કે પોતાના પ્રતિસ્પર્ધકને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતોની મદદ લીધી છે, આ કારણે તેમની સામે મહાભિયોગ માટે તપાસ શરૂ કરવામાં આવશે.

નિફ્ટીના 35 શેરમાં નુકસાન

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 35 શેરમાં નુકસાન જોવા મળ્યું છે. બેન્કિંગ શેરમાં વેચવાલીનું વધુ દબાણ છે. એસબીઆઈનો શેર 4 ટકા ઘટ્યો. કોટક મહિન્દ્રા બેન્કમાં 2% ઘટાડો જોવા મળ્યો. એચડીએફસી બેન્કમાં 1.7% નુકસાન નોંધાયું. એક્સિસ બેન્ક 1.6% નીચે આવ્યો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 0.7% વધારો

બીજી તરફ પાવર ગ્રીડના શેરમાં 4% ઉછાળો આવ્યો. ટીસીએસમાં 1% તેજી આવી. એનટીપીસી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકના શેરમાં 0.4%થી 0.9% સુધી વધારો નોંધાયો છે.

X
Sensex dropped 500 points, Nifty dropped 150 points to 11,450
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી